હિમાચલ પ્રદેશ :‘મારું અપમાન થયું છે’, કહી વિક્રમાદિત્ય સિંહે ધર્યું રાજીનામું

  • February 28, 2024 04:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના પુત્ર અને કોંગ્રેસ સરકારમાં પીડ્બ્લ્યુંડી મંત્રી વિક્રમાદિત્ય સિંહે રાજીનામું આપી દીધું છે. આજે પત્રકાર પરિષદમાં તેમણે આ જાહેરાત કરી હતી. આ દરમિયાન તેઓ સરકારથી નારાજ દેખાયા અને તેમણે આરોપ લગાવતા કહ્યું કે, ‘મારું અપમાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો’. 


વિક્રમાદિત્ય સિંહે કહ્યું, 'હિમાચલમાં તમામના યોગદાનથી કોંગ્રેસની સરકાર બની છે. મેં ક્યારેય સરકારના કામકાજ વિશે કશું કહ્યું નથી. મારા માટે પદ મહત્વનું નથી. લોકોનો વિશ્વાસ મારા માટે મહત્વપૂર્ણ છે. ધારાસભ્યોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેનું પરિણામ આજે આપણી સામે છે. પાર્ટી હાઈકમાન્ડ સમક્ષ પણ આ મુદ્દો સતત ઉઠાવવામાં આવ્યો છે. નિર્ણયો જે રીતે લેવા જોઈએ તે રીતે લેવામાં આવ્યા નથી. માત્ર વચનો આપવામાં આવ્યા છે, તે પૂર્ણ પણ થવા જોઈએ. 

વિક્રમાદિત્ય સિંહે વધુમાં કહ્યું કે, મને દુઃખ થયું છે, કેમ કે મેં હંમેશા મુખ્યમંત્રીનું સન્માન કર્યું છે અને એક વર્ષમાં અમે સરકારને જોરદાર સમર્થન આપ્યું છે છતાં મારું અપમાન થયું છે. વિક્રમાદિત્ય સિંહે કહ્યું કે લોકો ખૂબ પ્રેમથી સરકારને લાવ્યા છે. હું જે પણ કરું છું તે ઉત્સાહથી કરું છું અને ડરતો પણ નથી. હું જીવનમાં મુશ્કેલ નિર્ણયો લેવા પડે છે, જેમ હું થોડા દિવસોમાં આગળનું પગલું નક્કી કરીશ. અમે ઈચ્છીએ છીએ કે સરકાર ટકી રહે. અમે ઈચ્છીએ છીએ કે સરકાર કોઈપણ ભોગે ટકી રહે. હાઈકમાન્ડને મારે જે કહેવું હતું તે કહી દીધું છે. મને હાઈકમાન્ડનું સમર્થન મળ્યું છે અને હવે તેઓએ શું કરવું તે નક્કી કરવાનું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application