સરધાર સ્વામિનારાયણ મંદિરના સંતો સામે FIR નોંધાવાના સેશન્સ કોર્ટના હુકમ સામે હાઇકોર્ટે સ્ટે આપ્યો

  • June 29, 2023 03:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સરધાર ખાતે સ્વામિનારાયણ મંદિરની પાસેની જમીન બાબતે ચાલતા વિવાદમાં સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટના આદેશથી ૩ સંતો ઉપરાંત ૧૫૦ જેટલા લોકોના ટોળા સામે આજી ડેમ પોલીસ સ્ટેશન દ્રારા એટ્રોસિટી, ફલઝાડ બગીચાની તોડફોડ સહિતની ફરિયાદ નોંધવામાં આવી છે, દરમિયાન સંતો દ્રારા દાખલ કરાયેલી રિવિઝનમાં હાઇકોર્ટ પોલીસ કાર્યવાહી સ્થગિત કરવા હત્પકમ કર્યેા છે.





સરધાર ખાતે સ્વામિનારાયણ મંદિરને લાગુ જમીનના ચાલતા વિવાદમાં  બીપીન બધાભાઈ મકવાણાએ અગાઉ  દોઢેક વર્ષ પહેલાં સ્વામિનારાયણ મંદિરના નિત્યસ્વપદાસ સ્વામી સહિતના સંતો અને દોઢસો લોકોના ટોળા સામે સ્વામિનારાયણ મંદિર પાસે પોતાની ફુલ ઝાડ અને બગીચાની જમીનમાં જેસીબી, રોટાવેટર અને ટ્રેકટર જેવા સાધનો વડે ફલ ઝાડની તોડફોડ કરી નાશ કરવા તેમજ બૌદ્ધ વિહારનું મકાન તોડી પાડવા અંગે આજીડેમ પોલીસ સ્ટેશન દ્રારા ફરિયાદ નહીં નોંધવા બાબતે એટ્રોસિટી કોર્ટમાં અરજી કરી હતી.





જે અંગે તાજેતરમાં એટ્રોસિટી કોર્ટના જજ વી કે  ભટ્ટે આજી ડેમ પોલીસ સ્ટેશનને ઉપરોકત ફરિયાદ નોંધવા અને સાત દિવસમાં કોર્ટને અહેવાલ આપવા હત્પકમ કર્યેા હતો. જે અનુસાર બે દિવસ પહેલા આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હોવાનું બહાર આવ્યું છે. દરમિયાન કોર્ટના ગુન્હો નોંધવાના હત્પકમ સામે સરધાર સ્વામિનારાયણ સંતો દ્રારા ગુજરાત હાઇકોર્ટમાં રિવિઝન દાખલ કરી એવી દાદ માંગી હતી કે સેશન્સ કોર્ટના હત્પકમની કાર્યવાહી સ્થગીત કરી જયાં સુધી રિવિઝન નિર્ણિત ન થાય ત્યાં સુધી તમામ કાર્યવાહી સ્થગિત કરવામાં આવે, જે દલીલ માન્ય રાખી ગુજરાત હાઈકોર્ટ દ્રારા રાજકોટ સેશન્સ કોર્ટના હત્પકમ સામે સ્ટે આપવામાં આવ્યો છે. આ કામમાં  સંતો વતી ગુજરાત હાઈકોર્ટના વકીલ વિરાટ પોપટ,  નીલેશ સી.ગણાત્રા, આનદં બી. જોષી, અતુલ એમ. મહેતા  રોકાયા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application