સિહોરમાં એક કરોડના હિરાના પાર્સલની દિલધડક લૂંટ

  • July 22, 2023 05:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સિહોર બસ  સ્ટેન્ડ નજીક આવેલી આર. મહેન્દ્રકુમાર આંગડિયા પેઢીના કર્મીને બંદૂક તાકી કાર લઈને અજાણ્યા શખસો આંખના પલકારામાં નાસી છૂટા: રાયભરમાં નાકાબંધી, પોલીસને કાર ચોગઠ નજીકથી મળી આવી: સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ




સિહોરના એસટી સ્ટેન્ડ નજીક ઢાળ નજીકના એક કોમ્પ્લેકસમાં આવેલી આંગડિયા પેઢીની કારમાં રોકડ તેમજ હિરા સહિતના પાર્સલ સાથેની કારમાં  રહેલા પેઢીના કર્મચારીને બંદૂક બતાવી તેને કાર માંથી નીચે ઉતારી અજાણ્યા શખ્સો કારની દિલધડક  લૂંટ ચલાવી નાસી છૂટાની ઘટનાના પગલે ભારે ચકચાર મચી હતી. ઘટનાની જાણ થતા પાલીતાણા ડીવાયએસપી, ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશલ ઓપરેશન ગ્રુપ તેમજ સિહોર પોલીસનો કાફલો દોડી ગયો હતો. અને જિલ્લા સહિત રાયભરમાં નાકાબંધી કરી લૂંટારાઓની ભાળ મેળવવા તજવીજ હાથ ધરી હતી.કારમાં પિયા એકા'દ કરોડના પાર્સલ હોવાનું  પ્રાથમિક વિગતોમાં ખુલ્યું, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ જોકે પોલીસને કાર ચોગઠ નજીકથી મળી આવી હતી.          ઉપલબ્ધ પ્રાથમિક વિગતો મુજબ સિહોર એસટી સ્ટેન્ડ નજીક ઢાળ વિસ્તારના ગુનાનક  કોમ્પ્લેકસમાં આવેલી આર. મહેન્દ્રકુમાર નામની આંગડિયા પેઢીનો કર્મચારી આજે સવારે ઢસા તરફથીરોકડ રકમ અને હિરા સહિતના પાર્સલ કારમાં લઈ આવ્યા બાદ સિહોરની ઓફિસના પાર્સલ મુકી પરત કારમાં બેસી કાર હંકારી હતી. તેજ સમયે દોડી આવેલા ચાર જેટલાં શખ્સોએ ચારે બાજુથી કારને ઘરી હતી અને બાદમાં કર્મચારીને બંદૂક બતાવી તેને કાર માંથી ઉતારી રોકડ રકમ તેમજ હિરા સહિતના પાર્સલ સાથેની કારની લૂંટ ચલાવી આંખના પલકરામાં નાસી છૂટા હતા.





ઘટનાની જાણ થતા પાલીતાણા ડીવાય એસપી, ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશલ ઓપરેશન ગ્રુપ અને સિહોર પોલીસનો મસ મોટો કાફલો દોડી ગયો હતો અને સ્થાનિક સીસીટીવી કેમેરાના ફટેઝ ચકાસી લૂંટની ઘટનાને અંજામ આપી નાસી છૂટેલા શખ્સોને ઝડપી લેવા  જિલ્લા સહિત રાયભરમાં નાકાબંધી કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. સિહોરના એસટી સ્ટેન્ડ જેવા ટ્રાફિકથી ભરચક વિસ્તારમાં નજીક વ્હેલી સવારે બનેલી લૂંટની ઘટનામાં કારની અંદર પિયા એકા'દ કરોડની કિંમતના પાર્સલ હોવાનું પ્રાથમિક વિગતોમાં ખુલ્યું હતું.ઘટનાને લઈ જિલ્લામાં  ભારે ચકચાર મચી હતી. દરમ્યાનમાં પોલીસને આંગડિયા પેઢીની કાર ચોગઠ નજીકથી મળી આવતા કબ્જે કરી હતી.



દરરોજ કારમાં એકજ કર્મચારી પાર્સલ લઈ આવતો હોવાથી  શખસો વાકેફ હતા?
આર. મહેન્દ્રકુમાર આંગડિયા પેઢીનો માત્ર એકજ કર્મચારી દરરોજ કારમાં કિંમતી પાર્સલ લઈ આવતી હોવાની વાતથી શખ્સો વાકેફ હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે. અને કર્મચારી યાંથી કાર લઈ નીકળતો હતો ત્યાંથી છેક સુધીની રેકી શખ્સોએ કરી હોવાનું તેમજ  રોજના ક્રમથી જાણકાર શખ્સ ઘટનામાં સામેલ હોવાનું પણ પોલીસ માની રહી છે.



કર્મચારીએ ઓફિસમાં પાર્સલ મૂકયું ત્યાં સુધી લૂંટારુંઓએ રાહ જોઈ
કોમ્પ્લેકસની બહાર લગાવાયેલા સીસીટીવીના ફટેઝ મુજબ ઢસા તરફથી કારમાં પાર્સલ લઈ આવેલો કર્મચારી સિહોરની ઓફિસમાં પાર્સલ મુકી ઓફિસબધં કરી પરત આવી કારને હંકારી ત્યાં સુધી લૂંટાઓએ રાહ જોઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application