કાતિલ ઠંડીને કારણે હાર્ટના પ્રોબ્લેમ વધ્યા, છ દિવસમાં 1000 થી વધુ કેસ

  • January 09, 2023 05:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તબીબોના મત શિયાળામાં હૃદયની નળીઓ સાંકડી બની જાય છે. જેને લીધે હૃદયના ધબકારા અને બ્લડપ્રેશરમાં વધારો થયા છે.



રાજ્યમાં છેલ્લા દિવસોમાં પડેલ કાતિલ ઠંડીની અસર પણ જોવા મળી છે. રાજ્યમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન કાતિલ ઠંડીથી હૃદયરોગના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. જાન્યુઆરીના છ દિવસમાં હૃદયરોગની સમસ્યાના એક હજારથી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. આ ઉપરાંત ઠંડીને કારણે શ્વાસની સમસ્યા ધરાવતા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે.




રાજ્યમાં 29 ડિસેમ્બરથી પાંચ જાન્યુઆરી દરમિયાન કાતિલ ઠંડી પડી હતી. ઠંડી વધવાની સાથે જ હૃદયની સમસ્યા ધરાવનારાઓની સંખ્યામાં પણ વધારો થયો હતો. ઈમરજન્સી સેવા 108 પાસેની પ્રાપ્ત વિગતો અનુસાર 28 ડિસેમ્બરથી છ જાન્યુઆરી સુધીમાં તેમને હૃદયની સમસ્યા ધરાવતા કુલ એક હજાર 744 ઈમરજન્સી કોલ્સ આવ્યા હતા.




108માં હૃદયસંબંધીત સમસ્યાના ડિસેમ્બર 2020માં ત્રણ હજાર 147, ડિસેમ્બર 2021માં ચાર હજાર 195, 25 ડિસેમ્બર 2021 સુધીમાં પાંચ હજાર 464 કેસ નોંધાયા છે.




આમ શિયાળામાં હૃદયની સમસ્યા ધરાવતા દર્દીઓએ ખાસ તકેદારી રાખવી જોઈએ તેવી તબીબોની સલાહ છે. તબીબોના મત શિયાળામાં હૃદયની નળીઓ સાંકડી બની જાય છે. જેને લીધે હૃદયના ધબકારા અને બ્લડપ્રેશરમાં વધારો થયા છે.



સતત બીજા દિવસે રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થઈ રહ્યો છે. રવિવારે રાત્રે રાજ્યભરમાં સરેરાશ લઘુતમ તાપમાન 12 ડિગ્રીથી વધારે નોંધાયુ હતુ. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ લઘુતમ તાપમાનમાં કોઈ ફેરફાર થવાની સંભાવના નહીંવત છે. જો કે ત્યારબાદના બે દિવસમાં લઘુતમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટતા ઠંડીમાં સામાન્ય વધારો થઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application