ઝુલતાપુલની દુર્ઘટનામાં જયસુખ પટેલના આગોતરા જામીન અરજીની સુનાવણી હવે પહેલી ફેબ્રુઆરીએ

  • January 21, 2023 11:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હજુ સુધી એફઆરઆઈમાં નામ દાખલ થયું નથી અને આગોતરા માટે અરજી થતાં ઉઠા અનેક સવાલો: ૧૩૫ વ્યકિતઓના મોતની ઘટના બાદથી જયસુખ પટેલ ભૂગર્ભમાં, વધુ તપાસ માટે અધિકારીઓએ માગી મુદત




મોરબીના ઝુલતા પુલની દુર્ઘટનામાં જયસુખ પટેલની આગોતરા જામીનની અરજીને લઈ આજે સેશન્સ કોર્ટે આ સુનાવણી ૧ ફેબ્રુઆરી એ હાથ ઘરસે. મોરબીના ઝુલતા પુલની ઘટનામાં ૧૩૫ જેટલા વ્યકિતઓ ના મોત થયા હતા. આ ઘટનાને લઈને ઓરેવા ગ્રુપના મેનેજિંગ ડિરેકટર જયસુખ પટેલ પોલીસની પકડથી હજુ દૂર છે .





દરમિયાન ઓરેવા ગ્રુપના જયસુખભાઈ ઓધવજીભાઈ ભાલોડીયા (પટેલ)એ કરી છે આગોતરા જામીન માટે અરજી કરી હતી.
મોરબીની સેશન્સ કોર્ટમાં જયસુખ પટેલેની આગોતરા જામીનની અરજી માટે આગામી તા ૧૨૨૩ ના રોજ સુનાવણી થશે.ઝુલતા પુલ દુર્ઘટનાના તપાસની અધિકારી દ્રારા મુદત માગવામાં આવી હતી





જુલતાપુલની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સાંભળવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી છે.
મોરબીના ઝૂલતો પુલ દુર્ઘટનામાં ૧૩૫ નિર્દેાષ લોકોના મોત મામલે  લોકોમાં રોષ ભભૂકયો હતો અને નગરપાલિકાને સુપરસીડ કેમ ના કરવી તેવી કારણદર્શક નોટીસ ફટકારીને સાહ નો સમય આપ્યો છે તો બીજી તરફ જેના પ્રત્યે લોકોમાં રોષ છે તેવા ઓરેવા ગ્રુપના એમડીએ આગોતરા જામીન અરજી કરી છે




મોરબી ઝૂલતો પુલના મેન્ટેનન્સ અને મેનેજમેન્ટની જવાબદારી ઓરેવા ગ્રુપને આપવામાં આવી હતી અને ઝૂલતો પુલનું રીનોવેશન કરવામાં આવ્યા બાદ પાંચ દિવસમાં જ ઝૂલતો પુલ તૂટી પડો હતો જેમાં ૧૩૫ લોકોના મોત થયા હતા જે બનાવ મામલે મૃતકોના પરિવારો દ્રારા ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.જોકે ઝૂલતો પુલ દુર્ઘટના મામલે થયેલી ફરિયાદમાં તેમનું નામ આરોપી તરીકે મુકવામાં આવ્યું ના હતું દરમિયાન અરજદાર જયસુખ પટેલ દ્રારા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી હોય તેવી માહિતી સુત્રો પાસેથી પ્રા થઇ છે આજે શનિવારે તા. ૨૧ ના રોજ આગોતરા જામીન અરજી અંગે સુનાવણી થયહતી. હજુ એફઆઈઆર માં નામ દાખલ થયું નથી પરંતુ આગોતરા જામીન અરજી કરવામાં આવતા અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application