જામનગર તાલુકાની દરેડ માધ્યમિક શાળા ખાતે આરોગ્ય વિષયક સેમીનાર યોજાયો
આરોગ્ય વીભાગની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને ટીબી રોગ, ડેન્ગ્યું, એનીમિયા વિષે માહિતી તેમજ ટોબેકો ફ્રી યુથ કેમ્પેન 2.0 અંગે પ્રશ્નોતરી અને ઇનામ વિતરણનું આયોજન કરાયું
જામનગર તાલુકાની સરકારી માધ્યમિક શાળા દરેડ ખાતે જામનગર આરોગ્ય વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે આરોગ્ય વિષયક સેમીનાર યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દરેડની ટીમ દ્વારા ટીબી અંગે માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે, ટ્યુબરક્યુલોસિસ (ટીબી) ગંભીર બીમારી છે જે કોઈપણને અસર કરી શકે છે. ટીબી બેક્ટેરિયાને કારણે થાય છે જે શરીરના કોઈ પણ ભાગને અસર કરી શકે છે પરંતુ મોટાભાગે ફેફસાંમાં થાય છે, જે પલ્મોનરી ટીબી કહેવાય છે. ટીબીના લક્ષણોમાં ૨ અઠવાડિયાથી કે વધુ સમયથી ઉધરસ, ભૂખ ન લાગવી, વજન ઘટવો, સાંજે જીણો તાવ કે પરસેવો વગેરે જેવા લક્ષણો વિષે માહિતી આપવામાં આવી હતી. એક્ટિવ ટીબી ધરાવતી પરંતુ સારવાર ન પામેલ વ્યક્તિ દર વર્ષે ૧૦થી ૧૫ કે વધુ લોકોને ચેપ લગાડી શકે છે. ટીબીના તમામ દર્દીને જ્યાં સુધી દવા ચાલુ રહે ત્યાં સુધી પોષણયુક્ત આહાર માટે સરકાર દ્વારા મહિનાના રૂ.૫૦૦ની સહાય આપવામાં આવે છે.
વાહકજન્ય રોગચાળો મલેરીયા, ડેન્ગ્યું ન થાય તે માટે પાણીના બિનજરૂરી પાત્રો ખાલી કરવા અથવા ઢાંકી રાખવા, તેમજ એનીમિયા એટલે લોહતત્વની કમી માટે પોષણયુક્ત આહાર વિષે માહિતી આપવામાં આવી હતી. દર બુધવારે લોહતત્વની ગોળી વિતરણ વિષે માહિતી આપવામાં આવે છે. ત્યારબાદ ટોબેકો ફ્રી યુથ કેમ્પેન 2.0 અંગે માહિતી તેમજ પ્રશ્નોતરીનું આયોજન કરવામાં આવ્યું હતું અને બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા...
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech