હાર્દિક પંડયા લખનૌમાં થઈ ગયો નાખુશ, કહ્યું ચોંકાવનારી પિચ હતી

  • January 30, 2023 08:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ૩ મેચોની ટી૨૦ સિરીઝ હવે ૧–૧ થી બરાબરી પર છે. ભારતે લખનૌમાં રમાયેલી બીજી મેચને જીતી લઈ શ્રેણીને બરાબરી કરી દીધી છે. હવે હવે સિરીઝની અંતિમ અને ત્રીજી મેચ બુધવારે અમદાવાદમાં રમાનારી છે. જે મેચ નિર્ણાયક રહેશે. અમદાવાદમાં જે ટીમ મેચ જીતશે, ટ્રોફી એના નામે થશે. વર્તમાન સિરીઝમાં ભારતીય ટીમનુ સુકાન સંભાળી રહેલી હાર્દિક પંડા સિરીઝ બરાબર થવા છતાં ખુશ નથી. પ્રથમ અને બીજી ટી૨૦માં તેને જે જોવા મળ્યુ એ જોઈને તેણે નારાજગી દર્શાવી છે.
આ નારાજગી કોઈ ખેલાડી માટે નથી, પરંતુ પિચને લઈ છે. હાર્દિકે અગાઉ રાંચીની પિચને લઈને આશ્ચર્ય વ્યકત કર્યુ હતુ. કિવી કેપ્ટને પણ પ્રથમ મેચ બાદ આશ્ચર્ય વ્યકત કર્યુ હતુ. હવે બીજી મેચમાં પણ પિચનો વ્યવહારક ગજબ રહ્યો હતો અને ક્રિકેટની સૌથી ઝડપની મજા અપાવતી ટી૨૦ મેચમાં ૧૦૦ રનના આંકડે પહોંચતા બંને ટીમોને મુશ્કેલી સર્જાઈ ગઈ હતી. બંને ઈનીંગમાં કોઈએ જ ખેલાડી છગ્ગો જમાવી શકયો નહોતો.





લખનૌમાં ભારતને જીત મળી હતી, પરંતુ લય સુધી પહોંચવુ એટલુ સરળ રહ્યુ નહોતુ જેટલુ માનવામાં આવી રહ્યુ હતુ. ભારતીય ટીમે લયનો પિછો કરતા ખૂબ મુશ્કેલી અનુભવી હતી. બેટથી રન નિકાળવા આસાન નહોતા લાગી રહ્યા. બંને ઈનીંગમાં એક પણ છગ્ગો જોવા મળ્યો નહોતો, જે રાંચીમાં ખૂબ છગ્ગા ફટકાર્યા હતા. રાંચીમાં પણ પિચનો વ્યવહાર ધાર્યા પ્રમાણે રહ્યો નહોતો. લખનૌમાં વિકેટનો વ્યવહાર ખરાબ રહ્યો હતો.




પ્રેઝન્ટેશન સેરેમની દરમિયાન હાર્દિકે કહ્યું કે, સાચું કહત્પં તો તે ચોંકાવનારી વિકેટ (પીચ) હતી. અમે બંને મેચો (આવી પીચ) પર રમી છે. મને મુશ્કેલ વિકેટથી કોઈ સમસ્યા નથી, હત્પં તેના માટે તૈયાર છું પરંતુ આ બંને વિકેટ ટી–૨૦ માટે બનાવવામાં આવી નથી.
આગળ પણ હાર્દિકે કહ્યું કે કયુરેટર્સ અને ગ્રાઉન્ડ સ્ટાફે સાથે મળીને કામ કરવું જોઈએ જેથી કરીને પિચ સમય પહેલા તૈયાર થઈ જાય. આ પહેલા હાર્દિકે પણ રાંચીમાં પ્રથમ ટી–૨૦ મેચની પિચ અંગે નારાજગી વ્યકત કરી હતી, યારે ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરે પણ આશ્ચર્ય વ્યકત કયુ હતું. બંને કેપ્ટનોનું માનવું હતું કે શઆતથી જ આટલા બધા સ્પિનરોને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application