મુંબઈ પોલીસે ક્રિકેટર હાર્દિક અને કૃણાલ પંડ્યાના સાવકા ભાઈ વૈભવ પંડ્યાની ધરપકડ કરી છે. વૈભવ પર હાર્દિક અને કૃણાલ સાથે બિઝનેસ પાર્ટનરશિપમાં લગભગ 4.3 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. આ હાઈપ્રોફાઈલ કેસમાં મુંબઈ પોલીસે વૈભવ પર તેની પકડ વધુ કડક કરી છે.
મીડિયા અહેવાલો અનુસાર, 37 વર્ષીય વૈભવ પર એક પાર્ટનર ફર્મ માંથી આશરે રૂ. 4.3 કરોડની હેરાફેરી કરવાનો આરોપ છે, જેનાથી હાર્દિક અને કૃણાલ પંડ્યાને મોટું આર્થિક નુકસાન થયું હતું. દાવો એવો છે કે ત્રણ વ્યક્તિઓએ ત્રણ વર્ષ પહેલા અમુક શરતો સાથે સંયુક્ત રીતે પોલિમરનો બિઝનેસ શરૂ કર્યો હતો. ક્રિકેટર ભાઈઓ હાર્દિક અને કૃણાલ બંને 40% રોકાણ કરવાના હતા, જ્યારે વૈભવ 20% ફાળો આપવાના હતા. નફો શેર પ્રમાણે વહેંચવાનો હતો. પરંતુ વૈભવે કથિત રીતે તેના સાવકા ભાઈઓને જાણ કર્યા વિના આ જ વ્યવસાયમાં બીજી પેઢી સ્થાપી અને ભાગીદારી કરારનું ઉલ્લંઘન કર્યું.
પરિણામે મૂળ ભાગીદારીના નફામાં ઘટાડો થયો. જેના કારણે અંદાજિત 3 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. વધુમાં, એવો આરોપ છે કે વૈભવે ગુપ્ત રીતે પોતાનો નફાનો હિસ્સો 20% થી વધારીને 33.3% કર્યો, જેનાથી હાર્દિક અને કૃણાલ પંડ્યાના નાણાકીય હિતોને વધુ અસર થઈ. મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સીસ વિંગે વૈભવ પંડ્યા પર આ કામગીરીના સંબંધમાં છેતરપિંડી અને બનાવટીનો આરોપ લગાવ્યો છે. હાર્દિક અને કૃણાલે હજુ સુધી આ મામલે કોઈ જાહેર ટિપ્પણી કરી નથી.
ક્રિકેટર ભાઈઓ હાર્દિક અને કૃણાલ પંડ્યા હાલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગમાં વ્યસ્ત છે. હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન છે. જ્યારે કૃણાલે 2024ની સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સ સાથે સારું પ્રદર્શન કર્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ વખતે ચૂંટણીપંચ પર આટલાબધા આક્ષેપો કેમ?
May 18, 2024 03:18 PMઅહી પક્ષી ઘરમાં પક્ષીઓની આવી રીતે રાખવામાં આવી રહી છે સાર સંભાળ!
May 18, 2024 11:56 AMજૂનાગઢ: જવેલર્સનો મેનેજર ૯૧ લાખનું સોનું ઓળવી ગયો
May 18, 2024 11:25 AMજામનગર: કાળઝાળ ગરમીમાં ગ્રેઇન માર્કેટના મજૂરોની હાલત જાણો
May 18, 2024 11:22 AMકેશોદમાં અસહ્ય વેરા મામલે હિતરક્ષક સમિતિ દ્વારા ભૂખ હડતાલ
May 18, 2024 11:22 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech