સિદ્ધુ મૂસેવાલાના ઘરમાં ફરી ખુશીઓ આવી, માતાએ પુત્રને આપ્યો જન્મ, જુઓ વિડીયો

  • March 17, 2024 01:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિવંગત પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાના પિતા બલકૌર સિંહ ફરી એકવાર પિતા બન્યા છે. બલકૌર સિંહના પત્ની ચરણકૌરે એક પુત્રને જન્મ આપ્યો છે. તેણે પોતાના નાના પુત્રની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે અને પુત્રનું સ્વાગત કર્યું છે. બલકૌર સિંહ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં તે પોતાના નાના દીકરાને ખોળામાં બેસાડેલો જોવા મળે છે. આ ઉપરાંત મૂસેવાલાની એક તસવીર પણ તેની બાજુમાં રાખવામાં આવી છે.


તસવીર શેર કરતી વખતે, સિદ્ધુ મૂસેવાલાના પિતાએ કેપ્શનમાં લખ્યું, “શુભદીપ (સિદ્ધુ)ને પ્રેમ કરતા લાખો લોકોના આશીર્વાદ સાથે, ભગવાને અમને શુભનો નાનો ભાઈ આપ્યો. વાહેગુરુની કૃપાથી પરિવાર એકદમ ઠીક છે. તમામ શુભેચ્છકોનો આભાર.” આ તસવીરમાં સિદ્ધુનો ફોટો પાછળની બાજુએ મૂકવામાં આવ્યો છે. તેના પર લખવામાં આવ્યું છે કે, 'લેજેન્ડ્સ નેવર ડાઈ' જોકે, સિદ્ધુના મૃત્યુના લગભગ બે વર્ષ બાદ તેમના ઘરમાં ખુશીએ દસ્તક આપી છે. આ ખુશીના અવસર પર ઘણા ચાહકો સોશિયલ મીડિયા દ્વારા અભિનંદન આપી રહ્યા છે.


સિદ્ધુ મૂસેવાલા પંજાબી મ્યુઝીક ઇન્ડસ્ટ્રીનો એક મોટો ચહેરો હતો. દેશભરમાં તેની ખૂબ જ મજબૂત ફેન ફોલોઈંગ હતી. 29 મે 2022ના રોજ તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જેના માટે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રારે જવાબદારી લીધી હતી. તેને દુનિયાને અલવિદા કર્યાને બે વર્ષ થઈ ગયા છે, પરંતુ હજુ પણ તેના ચાહકો તેને ભૂલી શક્યા નથી. તે આજે પણ ઘણા ચાહકોના દિલમાં જીવંત છે. સિદ્ધુ તેના માતા-પિતાનું એકમાત્ર સંતાન હતા. જોકે તે પણ હવે આ દુનિયામાં નથી. જે બાદ તેના માતા-પિતાએ IVF ટેકનીક દ્વારા ફરીથી માતા-પિતા બનવાનું નક્કી કર્યું અને 58 વર્ષની ઉંમરે ચરણ કૌરે પુત્રને જન્મ આપ્યો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News