ગોંડલમાં પોલીસ ચોકી સામે જ બે દાનપેટીમાંથી અડધા લાખની ચોરી

  • April 05, 2023 12:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલમાં પોલીસ ચોકી સામે આવેલી પાનની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી અહીં દુકાનમાં રહેલી ગૌશાળા અને અન્નક્ષેત્રની દાનપેટી તોડી તેમાંથી રોકડ રૂ.૪૯,૨૦૦ ની ચોરી કરી ગયા હતાં.આ અંગે પોલીસે ગુનો નોંધી પાનની દુકાનમાં ચોરી કરનાર તસ્કરોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,ગોંડલમાં માંડવી પોલીસ ચોકી સામે આવેલી તુલસી પાનની દુકાનમાં કામ કરનાર અમીનભાઇ ઉર્ફે મુન્નાભાઇ હસનભાઇ મકરાણી(ઉ.વ ૪૨) દ્વારા ગોંડલ સિટી પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ,ગત તા ૧૦/૩/૨૦૨૩ ના રોજ રાત્રીના દુકાન બંધ કરી ઘરે જતા રહ્યા બાદ બીજા દિવસે સવારે દુકાને જતા દુકાનનું પાછળનું શટ્ટર ચેનલમાંથી ભેગું કરી દીધું હોય કંઇક અજુગતું બન્યાની શંકા ગઇ હતી.જેથી તેમણે દુકાન માલિક ગોપાલભાઇ ટોળીયાને જાણ કરી હતી.
​​​​​​​
બાદમાં દુકાન માલિકે આવી તપાસ કરતા બાજુમાં આવેલી કિશોર ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટની ગૌશાળાની દાન પેટી અને અન્નક્ષેત્રીન દાનપેટી જે આ દુકાનમાં રાખતા હતા તે જોવા મળી ન હતી.જેથી તપાસ કરતા અહીં નજીકમાં આવેલી શાકમાર્કેટે આ બંને દાનપેટી તુટેલી હાલતમાં જોવા મળી હતી.દરમિયાન સીસીટીવી ફૂટેજ ચકાસતા તેમા કોઇ સ્પષ્ટ દેખાતું ન હતું.બીજી તરફ સંસ્થા દ્વારા ઓડિટની કાર્યવાહી થઇ રહી હતી.જે થઇ ગયા બાદ માલુમ પડયું હતું કે,શ્રી કિશોર ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટની દાનપેટીમાંથી રૂ. ૨૭,૮૦૦ અને અન્નક્ષેત્રની દાનપેટીમાંથી રૂ.૨૧૪૦૦ મળી કુલ રૂ.૪૯,૨૦૦ ની ચોરી થઇ છે.જેથી આ મામલે ફરિયાદ નોંધાવતા ગોંડલ પોલીસે ગુનો નોંધી તસ્કરોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application