8 દિવસ પહેલા જ જુનૈદ-નાસિરને જીવતા સળગાવવાનો પ્લાન બનાવી લીધો હતો, આખરે મોનુ માનેસરની કબૂલાત

  • September 14, 2023 12:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


થોડા દિવસ પહેલા જ મોનુ માનેસરની હરિયાણા પોલીસે ફિલ્મી ઢબે ધરપકડ કરી હતી, ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને રાજસ્થાન પોલીસને સોંપવામાં આવ્યો છે. હાલ ડીગ પોલીસ સ્ટેશન પોલીસ મોનુ માનેસરની પૂછપરછમાં વ્યસ્ત છે. રાજસ્થાન પોલીસને મોનુ માનેસરના 2 દિવસના રિમાન્ડ મળ્યા છે. ત્યારે હવે મોનુ માનેસરે પૂછપરછ દરમિયાન મોટો ખુલાસો કર્યો છે.
​​​​​​​

મોનુ માનેસરે પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે ગેંગે જુનૈદ અને નાસિરને પાઠ ભણાવવા માટે 8 દિવસ પહેલા જ સંપૂર્ણ પ્લાનિંગ કરી લીધું હતું. 14-15 ફેબ્રુઆરીના રોજ અપહરણ અને બીજા દિવસે સવારે સળગાવીને હત્યા કરવાનું સમગ્ર કાવતરું પહેલેથી જ તૈયાર હતું. જુનૈદ અને નાસિરને ક્યારે અને ક્યાં ઉપાડવામાં આવશે તે પણ નક્કી થઈ ગયું હતું. મોનુ માનેસરનું કહેવું છે કે આ સમગ્ર ઘટનામાં સામેલ અન્ય એક આરોપીએ તેની સાથે જુનૈદ અને નાસિરની કારનો નંબર અને અન્ય નંબર શેર કર્યા હતા.

મોનુ માનેસરનું કહેવું છે કે આ પછી તેણે તેના અન્ય સહયોગીઓ સાથે મળીને જુનૈદ અને નાસિરને કિડનેપ કરવાની સંપૂર્ણ યોજના બનાવી હતી. ઘટનાના 2-3 દિવસ પહેલા જ તે રાજસ્થાન બોર્ડર પર તમામ સ્થિતિ તપાસવા ગયો હતો. આ પછી જુનૈદ અને નાસિરને 14-15 ફેબ્રુઆરીની રાત્રે ઝડપી લેવામાં આવ્યા હતા. આ દરમિયાન અપહરણકર્તાઓએ જોયું કે તેમની બોલેરોમાં ગાય નથી. જેની માહિતી મોનુ માનેસરને આપવામાં આવી હતી. આ પછી જુનૈદ અને નાસિરને ખૂબ માર મારવામાં આવ્યો હતો. મોનુ માનેસરે જણાવ્યું કે જુનૈદ અને નાસિરને ફિરોઝપુર ઝિરકા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. જ્યાં પોલીસે બંનેને ઝડપી લેવાની ના પાડી હતી. જે બાદ તેને કાર સહિત જંગલમાં સળગાવી દેવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application