રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં તરખાટ મચાવનાર રીઢો વાહનચોર ઝડપાયો: ૧૭ ચોરી કબૂલી

  • July 03, 2023 12:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં તરખાટ મચાવનાર રીઢા વાહનચોરને રાજકોટ તાલુકા પોલી મથકના સ્ટાફે વાવડી પાસેથી ઝડપી લીધો હતો.પોલીસે આ શખસ પાસેથી છ ચોરાઉ બાઇક કબજે કર્યા હતાં.આ શખસની પુછતાછમાં તેણે આ છ બાઇક ઉપરાંત અન્ય ૧૧ વાહન ચોરી કર્યાની કબુલાત આપી હતી.જાણવા મળતી વિગતો મુજબ,તાલુકા પોલીસ મથકના પીઆઇ વી.આર.પટેલની રાહબરીમાં પીએસઆઇ એચ.જી.ગોહિલ તથા ટીમ તપાસમાં હતી દરમિયાન હેડ કોન્સ. ક્રિપાલસિંહ ઝાલા અને શીવભદ્રસિંહ ગોહિલને મળેલી બાતમીના આધારે વાવડી નર્સરી પાસેથી પોલીસે ચોરાઉ બાઇક સાથે મૂળ એમ.પીના અલીરાજપુર જિલ્લાના વતની અને હાલ પડધરીના નાના અમેરલીમાં રહેતા દીપક કનુભાઇ શીંગાળિયા(ઉ.વ ૨૩) ને ઝડપી લીધો હતો.


પોલીસે આ શખસની પુછતાછ કરતા તેણે આ બાઇક તાલુકા પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી ચોરી કર્યું હોવાનું કબુલ્યું હતું.આ સિવાય પણ તેણે ગોંડલ,જસદણ, ઉપલેટા,ગોંડલ તાલુકા અને અમરેલીના ચીતલ ગામેથી વાહન ચોરી કરી અવાવારૂ સ્થળે છુપાવ્યા હોવાની કબુલાત આપતા પોલીસે આ કુલ છ બાઇક કબજે કર્યા હતાં.
​​​​​​​
પોલીસે જણાવ્યું હતું કે આ શખસે આ છ બાઇક ઉપરાંત અન્ય ૧૧ વાહન ચોરી કર્યા હોવાની કબુલાત આપી છે જેમાં આઠેક મહિના પૂર્વે દેવળીયા ગામેથી,ગોંડલ,ચાર માસ પૂર્વે ભાવનગર બસ સ્ટેન્ડ પાસેથી,એકાદ વર્ષ પૂર્વે અમરેલીના આકળિયા ગામેથી,આઠેક માસ પૂર્વે ભાણવડમાંથી બે વાહનની ચોરી,બે માસ પૂર્વે ગોરાડીયા ગામેથી,ચાર માસ પૂર્વે મોરબીમાંથી, ત્રણ માસ પૂર્વે ઇન્દોરમાંથી ત્રણ વાહન ચોરી કર્યાનું આરોપીએ કબુલ્યું હતું.
આ કામગીરીમાં તાલુકા પોલીસ મથકના એએસઆઇ જે.ડી.વાધેલા,હેડ કોન્સ. અજયભાઇ ભૂંડીયા,કે.એસ.ઝાલા, કે.એસ.પાંભર,કોન્સ. ધર્મરાજસિંહ રાણા,હર્ષરાજસિંહ જાડેજા,કુશલ જોશી, શીવભદ્રસિંહ ગોહિલ,કુલદીપસિંહ જાડેજા,અમીતભાઇ સોલંકી,નિકુંજ મારવીયા અને જીલુભાઇ ગરચર જોડાયા હતાં. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application