ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ચૂંટણી -૨૦૨૨ માં ૦૯ ઉમેદવારો માંથી જંગી બહુમતીથી ઐતિહાસિક વિજયી થયેલ આપણા સૌના લોકલાડીલા ઇકબાલ કડીવાલા અને રાજકોટ સરકારી નર્સિંગ કોલેજ માં ફરજ બજાવતા આપણા સૌરાષ્ટ્રની શાન એવા માનનીય જીતેન્દ્ર મેહ ને સન્માનિત કરવા ઓડીટોરિયમ હોલ, સરકારી નર્સિંગ કોલેજ જામનગર ખાતે આ ઐતિહાસિક જીતને વરેલ બને પનોતાપુત્રોના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ....
જેમા કિરણ દોમડિયા (સેક્રેટરી, ટી.એન.એ.આઇ ગુજરાત રાજ્ય ટીમ), ચંદારાણા સાહેબ(લેકચરર, સરકારી નર્સિંગ કોલેજ રાજકોટ), જીતેન્દ્ર ચૌહાણ સાહેબ, (પ્રિન્સિપાલ, સરકારી નર્સિંગ કોલેજ જામનગર,) મંદાકીની ગોસ્વામી મેડમ (નર્સિંગ અધિક્ષક જી જી સરકારી હોસ્પિટલ જામનગર), ધીરજ મેકવાન (પ્રમુખ લોકલ ટી.એન.એ.આઇ યુનિટ જામનગર), વિવિધ ખાનગી નર્સિંગ સ્કૂલ કોલેજના ટ્રસ્ટી/પ્રિન્સિપાલઓ, વિદ્યાર્થીગણ, નર્સિંગ અધિક્ષકશ્રી કચેરી કર્મચારીગણ, હેડ નર્સઓ, સિનિયર નર્સિંગ કર્મચારીગણ અને સ્ટાફ નર્સઓની ઉપસ્થિતિમાં ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ચૂંટણી-૨૦૨૨ વિજેતાઓનુ ઐતિહાસીક સન્માન કરવામાં આવેલ...
આ વિજેતાઓ પર પુષ્પ વર્ષા કરી રોયલ એન્ટ્રી આપવામાં આવી, તેમજ સાલ અને પુષ્પગુચ્છ આપી વિજયી હાર પહેરાવી નર્સિંગ પરિવાર જામનગર જિલ્લાના વિવિધ ખાનગી નર્સિંગ સ્કૂલ/કોલેજ ના ટ્રસ્ટીશ્રીઓ, પ્રિન્સિપાલઓ અને વિદ્યાર્થીગણ, સરકારી નર્સિંગ કોલેજ જામનગર શૈક્ષણિક ફેકલ્ટી અને વિદ્યાર્થીગણ તેમજ જી.કો.ન જામનગર ટીમ, નર્સિંગ અધિક્ષક કચેરીગણ, હેડ નર્સઓ, સિનિયર નર્સિંગ કર્મચારીગણ, હેડ નર્સઓ, જુનિયર નર્સિંગ કર્મચારીગણ, એન.પી.એમ વિદ્યાર્થીગણ, સી.એચ.ઓ જામનગર ટીમ,અને ટી.એન.એ.આઇ લોકલ યુનિટ,જી જી સરકારી હોસ્પિટલ જામનગર દ્વારા ઉમળકાભેર સન્માનિત કરવામાં આવેલ...
ઉપરાંત જામનગર નર્સિંગ વ્યવસાયના ઇતિહાસમાં પ્રથમ વખત તા-૦૮/૦૧/૨૦૨૩,રવિવારના રોજ ધન્વંતરિ ગ્રાઉન્ડ આયુર્વેદ હોસ્પિટલ જામનગર ખાતે યોજવામાં આવેલ નર્સિસ ક્રિકેટ ટુર્નામેન્ટ જામનગર -૨૦૨૩ નાં વિજેતાઓને મહેમાનો દ્વારા ટ્રોફી વિતરણ કરવામા આવેલ જેમાં
૧. મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ વિજેતા જી.કો. ન ૧૧ સરકારી નર્સિંગ કોલેજ જામનગર ટીમ.
૨. મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ વુમન ઓફ ધ મેચ, જી.કો. ન ૧૧ સરકારી નર્સિંગ કોલેજ જામનગર ટીમ.
૩. રનર અપ ટીમ જી.જી જાયન્ટસ
૪. મેન ઓફ ધ મેચ સુનીલ ગોહેલ
૫. ફાઇનલ વિજેતા વિક્ટરસ્ ૧૧ જામનગર મુખ્ય ટ્રોફી
૬. મેન ઓફ ધ મેચ ફાઇનલ વિજય સિંગરખિયા
?? સમગ્ર ટુર્નામેન્ટ માં ઉતમ ક્રિકેટ રમત અને ખેલદિલી દર્શાવનાર સ્વામિનારાયણ ગુરુકુળ ૧૧, જામનગર ટીમને sportsmanship Award આપવામાં આવેલ...
કપિલભાઈ વઝાણી દ્વારા આભારવિધિ કરી કાર્યક્ર્મ સફળતા પૂર્વક પૂર્ણ જાહેર કરાયેલ...
ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ચૂંટણી-૨૦૨૨ વિજેતાઓનુ સન્માન કરતા જામનગરને ખુબ ગર્વ છે...
ટ્વિંકલ ગોહેલ, ઉપ પ્રમુખ,ટી.એન.એ.આઇ લોકલ યુનિટ,જી જી સરકારી હોસ્પિટલ જામનગર.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech