હાનિકારક કચરો પેદા કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ

  • February 14, 2023 05:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
દેશના પ્રદૂષિત શહેરોની યાદીમાં રાજકોટ અને જામનગર સહિત ગુજરાતના 10 શહેરનો સમાવેશ : હરિયાણાનું સોનીપત દેશનું સૌથી પ્રદૂષિત શહેર



છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાત દેશમાં હાનિકારક કચરો ઉત્પન્ન કરવામાં અગ્રેસર છે તેવો ખુલાસો રાજ્યસભાના ચાલુ સત્રમાં પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં થયો છે. રાજ્યસભામાં એન્વાર્યમેન્ટ, ફોરેસ્ટ અને ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દેશમાં હાનિકારક કચરાનો 34.02% હિસ્સો ગુજરાત ઉત્પન્ન કરે છે.


રાજ્યસભાના ચાલુ સત્રમાં પૂછવામાં આવેલા અલગ-અલગ પ્રશ્નોના જવાબ આપતા એન્વાર્યમેન્ટ, ફોરેસ્ટ અને ક્લાઇમેન્ટ ચેન્જ વિભાગે જણાવ્યું કે, દેશના 389 પ્રદૂષિત શહેરોમાં ગુજરાતના 10 શહેરોનો સમાવેશ થાય છે. જ્યારે ગુજરાતના 4 શહેરોનો ટોપ 100માં સામેલ છે. જેમાં અમદાવાદનું વટવા દેશમાં 44માં ક્રમે, અમદાવાદ 84માં, રાજકોટ 94મા અને જામનગર 100માં ક્રમે છે. મહત્વનું છે કે, હરિયાણાનું સોનીપત દેશનું સૌથી પ્રદૂષિત શહેર છે.


એન્વાર્યમેન્ટ, ફોરેસ્ટ અને ક્લાઇમેન્ટ ચેન્જ વિભાગે જણાવ્યું કે, દેશમાં હાનિકારક કચરાનો 34.02 ટકા હિસ્સો ગુજરાત ઉત્પન્ન કરે છે. વર્ષ 2021-22માં દેશભરમાંથી 1.23 કરોડ મેટ્રિક ટન કચરા સામે ગુજરાતમાંથી 42.02,837 મેટ્રિક ટન હાનિકારક કચરો ઉત્પન્ન થયો હતો. જ્યારે વર્ષ 2020-21માં 31,93,378 મેટ્રિક ટન અને વર્ષ 2019-20માં 24,85,317 મેટ્રિક ટન હાનિકારક કચરો ઉત્પન્ન થયો હતો.


બીજી બાજુ ગુજરાતના 35,887 ઉદ્યોગોમાંથી 2401 આપમેળે બંધ થયા છે તો 4605 ઉદ્યોગો પર્યાવરણના નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાથી 4605 પૈકી 3323 ઉદ્યોગોને કારણદર્શક નોટિસ અપાઈ છે. 313 ઉદ્યોગોને બંધ કરવાની સૂચના અપાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application