દેશમાં સૌથી વધુ CNG સ્ટેશન ગુજરાતમાં, ઔદ્યોગિક જોડાણોની સંખ્યામાં પણ રાજ્ય ટોપ પર

  • November 06, 2023 05:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્ય પર્યાવરણલક્ષી નીતિઓ દ્વારા આર્થિક વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. પરિણામે ગુજરાત પ્રદુષણ મુક્ત બનવા તરફ આગળ વધી રહ્યું છે. આજે સીએનજી સ્ટેશનોની સંખ્યામાં ગુજરાત સમગ્ર દેશમાં ટોચ પર છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ દ્વારા રજૂ કરાયેલા ડેટા અનુસાર, જુલાઈ-2023 સુધીમાં ગુજરાતમાં 1002 CNG સ્ટેશન છે, જેનું નેટવર્ક રાજ્યના 33 જિલ્લાઓમાં ફેલાયેલું છે.


CNG સ્ટેશનોની સંખ્યામાં ઉત્તર પ્રદેશ (819), મહારાષ્ટ્ર (778), રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ક્ષેત્ર (કેન્દ્રશાસિત પ્રદેશ - 480) અને હરિયાણા (349) પછી ગુજરાતનો નંબર આવે છે. જુલાઈ-2023 સુધીમાં, ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 5899 CNG સ્ટેશનો છે, જેમાંથી લગભગ 17 ટકા ગુજરાતમાં છે. આ તમામ આંકડા પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ દ્વારા અપડેટ કરવામાં આવ્યા છે.


CNG સ્ટેશનોની સંખ્યા - ટોચના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો


ગુજરાત 1,002

ઉત્તર પ્રદેશ 819

મહારાષ્ટ્ર 778

રાજધાની દિલ્હી (કેન્દ્રશાસિત પ્રદેશ) 480

હરિયાણા 349

કર્ણાટક 319

રાજસ્થાન 257

મધ્ય પ્રદેશ 241

તમિલનાડુ 220

પંજાબ 209


અપડેટ કરાયેલા ડેટા અનુસાર, ભારતમાં જુલાઈ-2023 સુધીમાં કુલ 1,14,46,646 ઘરેલું પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) કનેક્શન છે, જેમાંથી ગુજરાતનો હિસ્સો 30,78,162 છે. આ ઉપરાંત રાજ્યમાં 22,722 કોમર્શિયલ અને 5733 ઔદ્યોગિક કનેક્શન છે.


PNG ડોમેસ્ટિક કનેક્શન - ટોચના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો


ગુજરાત 30,78,162

મહારાષ્ટ્ર 29,40,463

રાજધાની દિલ્હી (કેન્દ્રશાસિત પ્રદેશ) 14,59,314

ઉત્તર પ્રદેશ 14,24,748

કર્ણાટક 3,92,677

હરિયાણા 3,43,444

આંધ્ર પ્રદેશ 2,59,602

રાજસ્થાન 2,32,576

મધ્ય પ્રદેશ 2,14,636

તેલંગાણા 1,94,364



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application