"ગુજરાત પોલીસ અમને હેરાન કરે છે", મહારાષ્ટ્રના લિકર શોપ માલિકોએ હાઇકોર્ટમાં કરી ફરિયાદ

  • June 06, 2023 02:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાષ્ટ્રના લિકર શોપ માલિકોએ ગુજરાત સ્ટેટ પોલીસ સામે પોતાની ફરિયાદ નોંધાવી છે. ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં લિકર શોપ માલિકોનો આક્ષેપ છે કે, ગુજરાત પોલીસ તેમને ખોટી રીતે પરેશાન કરી રહી છે. તેઓએ આરોપ લગાવ્યો હતો કે ગુજરાત પોલીસ જાણી જોઈને ફસાવી રહી છે. આ ઉપરાંત લિકર શોપ માલિકોએ ગુજરાત પોલીસ તરફથી હેરાનગતિના વલણ  સામે રક્ષણ માંગ્યું છે.


આ મામલે મુંબઈ, થાણે, પાલઘર અને અન્ય જિલ્લાના લિકર શોપના માલિકોએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. એસોશિએશન ઓફ પ્રોગેસિવ રિટેઈલ લિકર વેન્ડર ગ્રુપ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરાઇ છે. અરજદારે અરજીમાં કહ્યું હતું કે ગુજરાતમાં દારૂના ગેરકાયદેસર પરિવહન માટે પકડાયેલા લોકોના નિવેદનના આધારે ગુજરાત પોલીસ પ્રોહિબિશન એક્ટ હેઠળ માન્ય લાયસન્સ ધરાવતા વાઈન શોપના માલિકોને હેરાન કરે છે.


માન્ય લાયસન્સ ધરાવતા વાઈન શોપ માલિકોને ફસાવવાના આરોપ સાથે કેસમાં રાજ્ય સરકાર, DGP અને રાજકોટ, સુરત, અમદાવાદ, રાજકોટના CPને પક્ષકાર બનાવાયા છે. દારૂની બોટલ સાથે કોઈ ગુજરાતમાં પ્રવેશે છે ત્યારે અમારી વિરુદ્ધ FIR કરી હેરાનગતિ કરવામાં આવી રહી છે. અરજી પર સાત જૂલાઈના રોજ સુનાવણી હાથ ધરાશે.  

પોલીસ દ્વારા 41-A CrPC નોટિસ જારી કરવાથી દુકાન માલિકો અથવા તેમના કર્મચારીઓને ગુજરતના પોલીસ સ્ટેશને આવવની ફરજ પડે છે. એકવાર ત્યાં પહોંચ્યા પછી, તેમની ધરપકડ થાય છે અથવા આગોતરા જામીન માટે ફાઇલ કરવા અથવા FIR રદ કરવા જેવા કાનૂની વિકલ્પો શોધવાની ફરજ પડે છે.​​​​​​​

મહારાષ્ટ્રના વર્તમાન નિયમો મુજબ, જો કોઈ લાઇસન્સ ધરાવતા વેપારી કોઈ શરતનું ઉલ્લંઘન કરે છે અથવા પ્રોહિબિશન એક્ટના કેસમાં ફસાઈ જાય છે, તો પોલીસે આબકારી વિભાગને જાણ કરવી જોઈએ. ત્યારપછીની તમામ કાર્યવાહી આ વિભાગ દ્વારા કરવાની હોય છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application