જામનગરમાં હોટલ, કોમ્પલેક્ષ અને હોસ્પિટલમાં ફાયર સેફટીનું માર્ગદર્શન

  • March 21, 2023 07:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા દ્વારા ફાયર સેફટીના સાધનોનું ફીટીંગ કરવામાં આવ્યું હોય તે તમામ સ્થળો પર ફાયર શાખાની જુદી-જુદી ટીમ દ્વારા ફાયર સેફટીના સાધનો અંગે માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.


જામનગર મહાનગરપાલિકાના નાયબ કમિશનર ભાવેશભાઈ જાની તથા જામનગર ચીફ ફાયર ઓફિસર કે. કે. બીશ્નોઈના માર્ગદર્શન મુજબ શહેર વિવિધ કોમર્શિયલ કોમ્પ્લેક્સ તેમજ હોટલ અને હોસ્પિટલો ખાતે જ્યાં ફાયર સેફટીના સાધનોનું ફીટીંગ કરવામાં આવ્યું હોય સ્થળો પર ફાયર સેફટી માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ગત સપ્તાહ દરમિયાન શહેરના મુખ્યમંત્રી આવાસ યોજના બિલ્ડીંગ ખાતે તેમજ વિવિધ ખાનગી હોસ્પિટલો અને હોટલમાં તેમજ બહુમાળી બિલ્ડીંગોમાં ફાયર શાખાના સ્ટાફ દ્વારા અકસ્માતના સમયે સ્વબચાવ કેવી રીતે કરવો તે સહિતની તાલીમ આપવામાં આવી હતી.


જામનગરના સમગ્ર વિસ્તારોમાં જુદી-જુદી ટીમ દ્વારા ફાયર સેફટીની સમગ્ર કામગીરી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સી.એસ. પાંડિયનની રાહબરી હેઠળ સ્ટેશન ઓફિસર સજુભા જાડેજા, જસ્મીન ભેંસદડિયા, ઉપેન્દ્ર સુમ્બળ, સંદીપ પંડ્યા, ઉમેશ ગામેતી, જેંતીલાલ ડામોર, રાકેશ ગોકાણી, કામિલ મહેતા સહિતના ફાયર શાખાના સ્ટાફે કરી હતી.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application