ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા બજેટ પર માર્ગદર્શન સેમીનાર

  • February 14, 2023 07:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ. જામનગર બ્રાન્ચ ઓફ ડબલ્યુઆઇઆરસી ઓફ આઇસીએઆઇ, ધી કોમ. ટેકસ પ્રેકટીશનર્સ એસો., જામનગર તથા જામનગર ટેક્ષ ક્ધસલટન્ટ એસો., જામનગરના સંયુકત ઉપક્રમે જામનગર ચેમ્બર ખાતે કેન્દ્રીય બજેટ ૨૦૨૩-૨૦૨૪ અંગે માર્ગદર્શક પોસ્ટ બજેટ સેમિનાર તા.૪-૨-૨૦૨૩ શનિવારના રોજ યોજવામાં આવેલ હતો.



 આ સેમીનારમાં સંસ્થાનાં પ્રમુખ બિપેન્દ્રસિંહ સી. જાડેજાએ સ્વાગત કરતા જણાવેલ કે જામનગર ચેમ્બર તથા સાથી એસો. સાથે મળી પ્રતિવર્ષ બજેટની છણાવટ કરવા તથા વ્યાપારીઓ ઉદ્યોગકારોને તથા સભ્યઓને માર્ગદર્શન મળી રહે તે માટે કેન્દ્રીય યુનિયન બજેટઉપર માર્ગદર્શક કાર્યક્રમ યોજે છે જે મુજક કેન્દ્રીય યુનિયન (પોસ્ટ) બજેટ ૨૦૨૩-૨૪, ના વિશ્ર્લેષણના કાર્યક્રમનું આયોજન કરેલ છે, વધુમાં જણાવેલ કે સરકારએ બજેટમાં કરેલ પ્રાવધાનના સુધાા વધારા વિશે આજના સેમિનારના નિષ્ણાંત વકતા સમીરભાઇ સિદ્ધપુરીયા, એડવોકેટ તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કલ્પેશભાઇ દોશી દ્વારા સરળ ભાષામાં કેન્દ્રીય બજેટ ૨૦૨૪માં આવકવેરા તથા જીએસટીના સુધારા વધારા તથા નવા ફેરફારો અંગે સમજણ અને માર્ગદર્શન આપવામાં આવશે.


​​​​​​​તે ચેમ્બરના સર્વે સભ્યઓને ખુબ જ ઉપયોગી અને માર્ગદર્શક નિવડશે. ત્યારબાદ હોદેદારઓ દ્વારા બન્ને વકતાઓ તથા મહેમાન પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરેલ હતા. ત્યારબાદ વકતા સમીરભાઇ સિદ્ધપુરીયાનો પરિચય કૌશીકભાઇ ગોસ્વામી, ખજાનચી જાનગર બ્રાન્ચ ઓફ ડબલ્યુઆઇઆરસી ઓફ આઇસીએઆઇ, તથા કલ્પેશભાઇ દોશીનો પરિચય પ્રિતેશભાઇ મહેતા, જામનગર બ્રાન્ચ ઓફ ડબલ્યુઆઇઆરસી ઓફ આઇસીએઆઇ દ્વારા આપવામાં આવેલ તથા જયેશભાઇકાનાણી, ઉપપ્રમુખ સીટીપીએ, તથા અંકિતભાઇ સાવલાએ મુખ્ય વકતા સમીરભાઇ સિદ્ધપુરીયાને તથા દિપાબેન ગોસ્વામી ચેરમેન, જામનગર બ્રાન્ચ ઓફ ડબલ્યુઆઇઆરસી ઓફ આઇસીએઆઇ તથા આનંદભાઇ રાયચુરા, પ્રમુખ જામનગર ટેકસ ક્ધસલટન્ટ એસો. દ્વારા કલ્પેશભાઇ દોશી, ચાર્ટર્ડ એકાઉન્ટને મોમેન્ટો અર્પણ કરેલ હતો.



સેમીનારના દ્વિતિય સેશનમાં કેન્દ્રીય બજેટ ૨૦૨૩-૨૪ અંગે સમીરભાઇ સિદ્ધપુરીયા, એડવોકેટ દ્વારા કેન્દ્રીય બજેટ ૨૦૨૩-૨૪માં જીએસટીના સુધારા વધારા બાબત માહિતી આપતા જણાવેલ કે જે કરદાતાઓ કમ્પોઝીશન (લમસમ) સ્કીમમાં જોડાયેલહોય તેવા કરદાતાઓને આ નવા બજેટની જોગવાઇ અનુસાર આંતરરાજય માલ વહેંચવાની તથા ઇ-કોમર્સ વેચાણ કરવાની છુટ મળેલ છે જે અગાઉ ન હતી, તેમજ ઇનપુટ ટેક્ષ મેળવાની વિવિધ જોગવાઇઓ તથા ખરીદનાર વેપારી જો વેંચનાર વેપારીને ૧૮૦ દિવસની અંદર પેમેન્ટ ન કરે તો ઇનપુટ ટેક્ષ ક્રેડીટ રિવર્સ કરવાની જોગવાઇમાં વ્યાજ વસુલના નંબર લેવા માટેની ખરીદ વેચાણની મર્યાદા, જીએસટીના રિટર્ન ભરવાની જુની તથા નવી જોગવાઇઓ રિફન્ડ મેળવવા બાબત તથા ફેક બીલીંગ વિગેરે બાબતો અંગે વિસ્તૃત માહિતી આપેલ હતી.



 ત્યારબાદ વકતા કલ્પેશભાઇ દોશી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને આવકવેરામાં ખાસ આકર્ષક યોજના એવી પર્સનલ ટેક્ષના સ્લેબમાં જે ફેરફારો કરેલ છે તથા એમએસએમઇને મળતા કાયદાઓ જુની તથા નવી સ્કીમના ફાયદાઓ તથા ટેક્ષ ગણતરી, ટીડીએસ, ટીસીએસ, પગારદાતાઓને મળતા સ્ટાન્ડર્ડ ડીડકશન, એસેસમેન્ટ વિગેરે બાબતો અંગે રસપ્રદ માહિતી આપેલ હતી.



 સેમિનારનું સંચાલન સંસથાના માનદમંત્રી અક્ષતભાઇ વ્યાસ દ્વારા કરવામાં આવેલ. આભારવિધી ઉપપ્રમુખ રમણીકભાઇ અકબરી દ્વારા કરવામાં આવેલ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application