રાજકોટ જીએસટીની ૧૦ ટીમ બોગસ પેઢીઓ શોધવા મેદાનમાં

  • May 16, 2023 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજથી રાયભરમાં જીએસટીની ભૂતિયા પેઢી શોધવા વિશેષ ડ્રાઇવ: ૧૧.૫૦ લાખ ખાતાઓની તપાસ, રાજકોટની આશરે એક હજાર જેટલી પેઢીઓનું લિસ્ટ આવ્યું




આજથી રાયભરમાં જીએસટી વિભાગની બોગસ પેઢી શોધી કાઢવા માટે વિશેષ ડ્રાઈવ શ થઇ છે. આજથી  રાયભરના અંદાજે ૧૧.૫૦ લાખ વેપારીઓની પેઢીની તપાસ કરવામાં આવશે. બોગસ પેઢીઓ, ખોટાં રજિસ્ટ્રેશન શોધવા બે મહિના સુધી વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવશે. જીએસટીના આ અભિયાનને લઈને રાયના રાયના કરદાતાઓ અને વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે.





રાજકોટમાં સ્ટેટ જીએસટીની ૧૦ જેટલી ટીમ આવી બોગસ પેઢીઓને શોધવા મેદાનમાં ઉતરી છે. એસજીએસટીના અધિકારીઓના નેતૃત્વ હેઠળ આ ટીમના ઇન્સ્પેકટરો દ્રારા રાજકોટના અલગ અલગ ઘટકમાં તપાસ આદરી છે. આજે સવારે બજારોમાં આ ટીમ ચેકિંગ માટે ઉતરી ત્યારે વેપારીઓમાં હાઉ ફેલાયો હતો. જોકે, આ બાબતે જીએસટી વિભાગે આશ્ર્વાસન આપ્યું હતું કે, સાચા અને પ્રામાણિક વેપારીઓએ ડરવાની જરૂર નથી. વિશ્ર્વસનિય સુત્રમાંથી મળતી વિગતો મુજબ રાજકોટમાં આવી ૫થી ૭ ટકા જેટલી બોગસ પેઢીઓની યાદી કેન્દ્રમાંથી આવી છે. આ તમામનું રજીસ્ટ્રેશન રિટર્ન સહિતનું ચેકિંગ કર્યા બાદ ડેટા આપવામાં આવશે.





જીએસટીની અત્યાર સુધીની રજિસ્ટ્રેશન સિસ્ટમ ફેલ થતાં સેન્ટ્રલ બોર્ડ ઇનડિરેકટ ટેકસીસ એન્ડ કસ્ટમ્સ એ સિસ્ટમ રિચેકિંગ કરવાના આદેશ આપ્યા છે. જેના કારણે એસજીએસટી અને સીજીએસટી રાયના ૧૧.૫૦ લાખ વેપારી–કરદાતાના રજિસ્ટ્રેશન ચેક કરવા સ્થળ મુલાકાત લેશે, જેને પગલે રાયના કરદાતાઓ અને વેપારીઓમાં અનેક પ્રશ્નોને લઈને ફફડાટ વ્યાપ્યો છે.





વેપારીઓની આર્થિક ગતિવિધિ અને લેવડદેવડ પર નજર રાખવા માટે સરકાર એકશનમાં આવી ગઇ છે. સીબીડીટીએ આ માટે એક ખાસ સોટવેર તૈયાર કર્યુ છે, જેના દ્રારા તમામ મુદ્દે તંત્રને અપડેટ મળતુ રહેશે.



સીબીડીટી એટલે કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેકટ ટેકસીસ તરફથી નવું સોટવેર તૈયાર કરવામાં આવ્યુ છે, આ અદ્રૈત સોટવેરથી વેપારીઓની આર્થિક ગતિવિધિ પર નજર રખાશે. જીએસટી નંબર રજીસ્ટ્રેશનની માહિતી પરથી આર્થિક વ્યવહારોની સ્ક્રુટીની પણ થશે. સોટવેરે તૈયાર કરેલ રિપોર્ટ અન્ય સરકારી વિભાગોને પણ મોકલાશે, યારે કોઇપણ પ્રકારની ગેરરીતિ સામે આવશે ત્યારે કાયદેસરની કાર્યવાહી પણ શ કરાશે.



ભારે ગરમીથી તપાસમાં ગયેલા બે ઇન્સ્પેકટરો બેભાન થઇ ગયા..!
અત્રે ઉલ્લેખનીય છે કે, આજથી લઇ આગામી એક મહિના સુધી વિશેષ ડ્રાઇવ ચાલુ રહેશે. શનિ–રવિ પણ અધિકારીઓ દ્રારા તપાસનો ધમધમાટ ચાલુ રાખવાની સુચના આપવામાં આવી હતી પરંતુ ગત અઠવાડિયે જીએસટીની ચાલી રહેલી કામગીરી દરમિયાન બે ઇન્સ્પેકટરો ગરમીના લીધે બેભાન થઇ જતાં શનિ–રવિની રજામાં આ કામગીરીને બ્રેક લાગશે. જીએસટી વિભાગના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ ગત સાહમાં ગરમીનો પારો ઉંચો હોવાના લીધે ડિપાર્ટમેન્ટના બે અધિકારીઓ બેભાન થઇ ગયા હતાં. આ ઘટનાના લીધે રાજકોટ જીએસટી વિભાગ દ્રારા શનિ–રવિ આ કામગીરી ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application