સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી : 100થી વધુ ઓક્સિજનના સિલિન્ડર ગુમ, તંત્ર પણ અજાણ

  • August 02, 2023 12:26 PM 

રાજકોટ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. સિવિલ હોસ્પિટલમાંથી 100થી વધુ ઓક્સિજનના સિલિન્ડર ગુમ થયા હોવાનું સામે આવ્યું છે. ચોરી થયા છે કે ગુમ થયા છે તે તંત્રને પણ નથી ખબર. કોરોના કાળમાં દાતાઓએ આપેલા 100થી વધુ સિલિન્ડર ગુમ થઈ ગયા છે. કોરોનાના બે વર્ષ પછી પણ ઓક્સિજન બાટલા પરત માંગવામાં આવ્યા નહીં. 100થી વધુ બાટલા ગુમ થયા છે તે હોસ્પિટલના જ સ્ટાફે ઘર ભેગા કર્યા હોવાની ચર્ચા હાલ થઈ રહી છે. સમગ્ર મામલે  તપાસ કરવામાં આવે તો મોટો ભાંડાફોડ થાય તેમ છે. દાતાઓએ આપેલા સિલિન્ડરની રજીસ્ટરમાં પણ કોઈ નોંધ કરવામાં આવી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application