વિસાવદર મામલતદાર ઓફિસ ખાતે ચાલુ ફરજે જીઆરડીના જવાનની ઝેરી દવા પી આત્મહત્યા

  • February 14, 2023 06:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિસાવદર મામલતદાર ઓફિસ ખાતે બંદોબસ્તમાં રહેલ જીઆરડીના જવાનનું ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઈ છેપ્રાપ્ત માહિતી મુજબ વિસાવદર જીઆરડીમાં ફરજ બજાવતો આસિફ યુસુફભાઈ સિપાઈ (ઉ.વ.૨૫)ને તેના નિયત સમય મુજબ વિસાવદર મામલતદાર ઓફિસ ખાતે રાત્રીના નોકરી ફાળવવામાં આવી હતી ત્યાં તેણે ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધાનું જાણવા મળેલ હતું જેમાં વિસાવદર ૧૦૮ને ફોન આવતા પાયલોટ ચન્દ્રકાંત ઠાકર તેમજ ઈએમટી મનિષભાઈ ડોબરિયા સ્થળ પર પહોંચ્યા હતા જ્યાં જોતા મામલતદાર ઓફિસની બહારના ભાગે જીઆરડીમાં ફરજ બજાવતા આસિફ પડેલ હોય જેની તપાસ કરતા તે મૃત અવસ્થામાં હતા ત્યારબાદ તેને વિસાવદર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોકટરો દ્વારા તેને મૃત જાહેર કરેલ હતા.


આસિફ દ્વારા એક સ્યુસાઈડ નોટ પણ લખવામાં આવી હતી જેમાં સરકાર દ્વારા અવારનવાર યોજાતી પરીક્ષા અને આર્થિક સ્થિતિ વિશે તેમજ તેમની બહેનો વિશે લખ્યું હતું જેના કારણે અંતિમ પગલું આત્મહત્યાનું ભર્યાનું લખ્યું હતું. ત્રણ બહેનોમાં સૌથી નાનો ભાઈ અને પરિવારમાં એકના એક યુવાન પુત્ર ગુમાવતા પરિવારમાં કાળો કલ્પાંત છવાયો હતો.
​​​​​​​
સ્યુસાઈડ નોટમાં આર્થિક નબળી સ્થિતિનો ઉલ્લેખવિસાવદર જીવાપરા વિસ્તારમાં રહેતા અને ઘરે જ પંકચરની દુકાન ચલાવતા યુસુફભાઈ સિપાઈને સંતાનમાં ત્રણ દીકરીઓ અને એક પુત્ર છે, પરિવારની હાલત આર્થિક નબળી હોવાને કારણે તે વિસાવદર જીઆરડીમાં નોકરી કરતો અને તેમની દુકાનમાં પંકચર કરવામાં તેના પિતાને મદદ કરતો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application