ભરણપોષણ મંજુર

  • February 22, 2023 11:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આ કેસની વિગત એવી છે કે, સુમનબેનના લગ્ન આજથી આશરે ૪ વર્ષ પહેલા જામનગર મુકામે રહેતા પ્રશાંત મહેશભાઇ બગડાની સાથે થયેલ, અને લગ્નજીવનને ૪ થી ૫ વર્ષ જેટલો સમયગાળો વીતી ગયેલ હોય છતાં પણ સુમનબેનને સંતાન સુખ પ્રાપ્ત ન થતા સુમનબેનના સાસુ, સસરા, નણંદ, દિયરએ સુમનબેનને શારિરીક તેમજ માનસિક ત્રાસ આપીને કાઢી મુકેલ.


સુમનબેનને લગ્નજીવન દરમ્યાન બાળક ન થતા તેમના પતિ તેમજ પતિના કુટુંબના સભ્યો દ્વારા અવાર નવાર શારિરીક અને માનસિક ત્રાસ આપતા અને આખરે સુમનબેનને મારીને કાઢી મુકતા સુમનબેનને પોતાના પતિ તેમજ પોતાના સાસુ, સસરા, નણંદ, અને દિયરની વિરુદ્ધમાં પોલીસમાં ફરિયાદ કરેલ તેમજ પોતાના વકીલની મારફત જામનગરની ફેમીલી કોર્ટમાં ભરણપોષણ મેળવવા સબબ કેસ દાખલ કરેલજે કેસ અદાલતમાં ચાલી જતા તે કેસમાં અરજદારના વકીલની દલીલો ઘ્યાને લઇ જામનગરની ફેમેલી કોર્ટે સુમનબેનને કરેલ દાખલ કેસની તારીખથી માસિક રૂ. ૫૦૦૦ ચડયે ચડયા નિયીમત રૂપે ચુકવી આપવા તેમજ અરજી ખર્ચ પેટે રૂ. ૨૫૦૦ ચુકવી આપવા તેવો પ્રશાંત મહેશભાઇ બગડાની વિરુદ્ધ હુકમ ફરમાવેલ.


આ કામમાં અરજદાર તરફે વકીલ પી.ડી. મારુ તથા વકીલ કમલ એસ. દુધરેજીયા તથા કાશ્મીરા બી. રાઠો. તેમજ ટ્રેઇની હિરવા પી. મારુ રોકાયેલા હતા. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application