પુનાની પ્રથમ ફલાઇટ ફૂલ: રાજકોટ એરપોર્ટ પર વોટર કેનાલ થી ગ્રાન્ડ વેલકમ

  • July 03, 2023 11:30 AM 

77 પેસેન્જરોની કેપેસિટી ધરાવતું એરક્રાફ્ટ પુના માટે ડેઇલી ઉડાન ભરસે: ફર્સ્ટ ફ્લાઈટમાં જનારા તમામ પેસેન્જર ના હસ્તે કેક કટીંગ



આજે સવારે પૂનાની પ્રથમ ફ્લાઈટ રાજકોટમાં લેન્ડ થતાં તેનું વોટર કેનનથી ગ્રાન્ડ વેલકમ કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રવાસીઓની માંગણી બાદ ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા રાજકોટ પુના અને પુના રાજકોટની ફ્લાઈટ આજથી શરૂ કરવામાં આવી છે. પહેલા એક સપ્તાહથી પૂના માટેની ફ્લાઈટનું બુકિંગ ચાલુ હતું બુકિંગ શરૂ થતા ની સાથે જ બે દિવસમાં 77 પેસેન્જર્સ ની કેપેસિટી ધરાવતું એર ક્રાફ્ટ નું બુકીંગ ફૂલ થઈ જતા આજની ફ્લાઈટ માટે છેલ્લા ત્રણ દિવસથી બુકીંગ બંધ કરી દેવામાં આવ્યું હતું.



નવું હીરાસર એરપોર્ટ શરૂ થાય તે પહેલા જ રાજકોટ એરપોર્ટથી અલગ અલગ શહેરો માટેની હવાઈ સેવા શરૂ કરી દેવામાં આવી છે. નિયમિત રીતે ઉડાન ભરતી દિલ્હી, મુંબઈ, બેંગ્લોર અને ગોવા પછી આજથી નિયમિત પુના માટેની ફ્લાઈટ શરૂ થઈ છે.



6e 7481 પુના રાજકોટ અને 6e 7487 રાજકોટ પુના એમ આ ફ્લાઈટ નિયમિત રીતે ઉડાન કરશે. સવારે 9:00 કલાકે રાજકોટ થી ઉડાન ભરી પોણા કલાકમાં આ ફ્લાઈટ પુના પહોંચશે જ્યારે રાજકોટ પૂનાનું આગમન 9:45 વાગે થશે.


આજે પ્રથમ દિવસે અહીંથી પુના જનારા તમામ પેસેન્જર ના હસ્તે કેક કટીંગ કરી તેમનું અભિવાદન સાથે તેમને ફ્લાઈટમાં બેસાડવામાં આવ્યા હતા જ્યારે પુના થી આવેલી પ્રથમ ફ્લાઇટનું રાજકોટમાં વોટર કેનન સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા ખૂબ જ ટૂંકા સમયગાળામાં રાજકોટથી તેમની સાતમી ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application