BREAKING NEWS

જામનગરમાં હઝરત અલીશાહ પીર દરગાહે ઉર્ષનું ભવ્ય આયોજન

  • May 12, 2026 04:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં હઝરત અલીશાહ પીર દરગાહે ઉર્ષનું ભવ્ય આયોજન

સંદલ શરીફ, તકરીર, ચાદર પોશી, ન્યાઝ શરીફ અને કવ્વાલીમાં હજારો હિન્દુ-મુસ્લીમ બિરાદરો ઉમટશે

કોમી એકતાના પ્રતીક એવા હઝરત અલીશાહ પીરની દરગાહે બે દિવસ સુધી ઉર્ષનો ભવ્ય આયોજન સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત, ગુલાબનગર દ્વારા કરવામાં આવ્યો છે.

જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં આવેલ સુપ્રસિધ્ધ હઝરત અલીશાહ પીરની દરગાહ ખાતે રહેમતુલ્લાહ અલયહેનો ઉર્ષ મુબારક તા.૧૩/૦૫/૨૦૨૬, બુધવાર તથા તા.૧૪/૦૫/૨૦૨૬, ગુરૂવાર ના રોજ બે દિવસ સુધી શાનોશોકત થી ઉજવવામાં આવશે.

જેમાં બુધવારે તા.૧૩/૦૫/૨૦૨૬ ના રાત્રે ૧૦ કલાકે તકરીરનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ગુલાબનગર ગૌષીયા મસ્જીદ ના પેશઇમામ એવા મૌલાના શફીકઆલમ સાહબ તકરીર ફરમાવશે તેમજ મુખ્ય અતિથિ તરીકે તમામ સાદાતે ઇઝામ-વ-ઓલમાએ કિરામ ઉપસ્થિત રહેશે.

ત્યારબાદ તા.૧૪/૦૫/૨૦૨૬, ગુરૂવાર ના રોજ બપોરે ૩ વાગ્યે ચાદર પોશી હુસૈની ચોક, ગુલાબનગરથી નીકળી દરગાહે પહોંચશે જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે તેમજ સાંજે અસર ની નમાઝ બાદ ન્યાઝ શરીફ નો પણ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

ત્યારબાદ, ગુરૂવારે રાત્રે ૧૦ કલાકે કવ્વાલી નો શાનદાર પ્રોગ્રામ નો પણ આયોજન કરેલ છે. જેમાં હિન્દુસ્તાન ના મસ્ફુર કવ્વાલ અનીશ નવાબ પોતાના અવાજ થી મહેફિલમાં રંગ જમાવશે. તો સર્વ હિન્દુ-મુસ્લિમ ભાઇઓને સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત, ગુલાબનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application