છેલ્લા કેટલાક મહિનાઓથી અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, એક મોટી સફળતાના સમાચાર સામે આવ્યા છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ જણાવ્યું છે કે બંને પક્ષો કરાર સુધી પહોંચવાની પહેલા કરતાં વધુ નજીક છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર અરાઘચીની પોસ્ટ ફરીથી શેર કરી છે. આ નિવેદનો એવા સમયે આવ્યા છે યારે કરારની આશા વધી રહી હોય તેવું લાગે છે.
સોદાનો ઉલ્લેખ કરતા, અરાઘચીએ લખ્યું કે ઈસ્લામાબાદ સમજૂતી કરાર પહેલા કરતાં વધુ ફળદાયી થવાની નજીક તેલ ટેન્કર એમટી સેટેબેલો પર હત્પમલો કર્યેા હતો. કુલ ૨૪ ભારતીય ક્રૂ સભ્યો બોર્ડ પર હતા, જેમાંથી ૨૧ ને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા, યારે ત્રણ ભારતીય ખલાસીઓના મૃત્યુની પુષ્ટ્રિ કરવામાં આવી હતી.આ હુમલામાં જીવ ગુમાવનારા ભારતીય ખલાસીઓની ઓળખ ડેક કેડેટ આદિત્ય શર્મા, એન્જિન ફિટર શિવાનદં ચૌરસિયા અને મુખ્ય ઇજનેર પટનાલા સુરેશ તરીકે થઈ છે. આ ઘટના બાદ તેમના પરિવારો અને ભારત સરકારે ઐંડી સંવેદના વ્યકત કરી છે.વિદેશ મંત્રાલયના પ્રવકતા રણધીર જયસ્વાલે કહ્યું કે ભારતીય ક્રૂ ધરાવતા વેપારી જહાજો પર આવા હત્પમલા તાત્કાલિક બધં થવા જોઈએ. તેમણે પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા પુન:સ્થાપિત કરવા માટે વાતચીત અને રાજદ્રારી ઉકેલની જરિયાત પર ભાર મૂકયો.
કરારના મહત્વપૂર્ણ મુદ્દા
૧. ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ ખોલશે
૨. અમેરિકા પ્રતિબંધો હળવા કરશે
૩. ૬૦ દિવસનો યુદ્ધવિરામ લંબાવવામાં આવશે
૪. ઈરાન પરમાણુ જવાબદારીઓનું પાલન કરશે
૫. ઈરાનમાંથી યુએસ સૈનિકો પાછા ખેંચવાઈરાન હોર્મુઝ માટે સેવા ફી વસૂલશેઅબ્બાસ અરાઘચીએ જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનનો દબદબો અનિશ્ચિત સમય માટે ચાલુ રહેશે. હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પાસેથી ફી વસૂલવી એ ચાલુ વાટાઘાટોનો એક ભાગ છે. આંતરરાષ્ટ્ર્રીય કાયદા હેઠળ ટ્રાન્ઝિટ ટોલ લાદવો શકય નથી, પરંતુ ઈરાન સેવા ફી વસૂલ કરી રહ્યું છે.જશ ખાટવા માટે પાકિસ્તાન પણ કૂધું
મધ્યસ્થીનો જશ ખાટવા માટે પાકિસ્તાને પણ ઝંપલાવ્યું છે. પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે જણાવ્યું છે કે અમેરિકા–ઈરાન શાંતિ કરાર પર સર્વસંમતિ થઈ ગઈ છે. પાકિસ્તાન હવે મધ્યસ્થી તરીકે પોતાની ક્ષમતામાં આગળના પગલાં પર કામ કરી રહ્યું છે. એવા લોકો છે જે આ કરારને પાટા પરથી ઉતારવા માંગે છે. ઈરાન અને અમેરિકા વચ્ચેની વાટાઘાટોમાં પાકિસ્તાન એક મુખ્ય મધ્યસ્થી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application