કેન્દ્રીય કર્મચારીઓને સરકારનો ઠેંગો, કોરોના વખતે અટકાવેલું મોંઘવારી ભથ્થું હવે આપવાનો નનૈયો

  • March 14, 2023 08:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૧૮ મહિનાનું ડી.એ.અટકાવીને સરકારે બચાવ્યા ૩૪૪૦૨ કરોડ


કેન્દ્રીય નાણા મંત્રી પંકજ ચૌધરીએ લેખિતમાં જવાબ આપતા જણાવ્યું છે કે, કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થા આપવાની કોઈ યોજના નથી. કેન્દ્ર સરકારે લોકસભામાં જણાવ્યા મુજબ કોરોના મહામારી દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને રોકેલું ૧૮ મહિનાનું મોંઘવારી ભથ્થું તેમને આપવામાં આવશે નહીં.


તેમણે કહ્યું કે ૧ જાન્યુઆરી, ૨૦૨૦, ૧ જુલાઈ, ૨૦૨૦ અને ૧ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ જારી કરાયેલ મોંઘવારી ભથ્થું બધં કરવાનો નિર્ણય કોરોના રોગચાળાને કારણે આર્થિક વિક્ષેપને કારણે લેવામાં આવ્યો હતો, જેથી સરકાર પરનો નાણાકીય બોજ ઓછો કરી શકાય. આ દ્રારા સરકારે ૩૪,૪૦૨.૩૨ કરોડ પિયાની બચત કરી છે.


બીજી તરફ, કેન્દ્રીય સંરક્ષણ રાય મંત્રી અજય ભટ્ટે રાયસભામાં જણાવ્યું હતું કે સરકારે આગામી નાણાકીય વર્ષ (૨૦૨૪–૨૫) સુધીમાં સંરક્ષણ ઉત્પાદન વધારીને ૧.૭૫ લાખ કરોડ પિયા કરવાનું લય રાખ્યું છે. તેમાંથી લગભગ ૩૫,૦૦૦ કરોડ પિયાના સંરક્ષણ ઉત્પાદનોની નિકાસનો લયાંક પણ સામેલ છે. ૨૦૨૧–૨૨માં ખાનગી કંપનીઓ અને સરકારી સંરક્ષણ ઉત્પાદકોનું ઉત્પાદન . ૮૬,૦૭૮ કરોડે પહોંચ્યું છે. ૨૦૨૦–૨૧માં દેશમાં સંરક્ષણ ઉત્પાદન ૮૮,૬૩૧ કરોડ પિયા હતું. અગાઉ ૨૦૧૯–૨૦માં ૬૩,૭૨૨ કરોડ પિયાનું સંરક્ષણ ઉત્પાદન હતું. દેશમાં ૨૦૧૮–૧૯માં ૫૦,૪૯૯ કરોડ પિયા અને ૨૦૧૭–૧૮માં ૫૪,૯૫૧ કરોડ પિયાનું સંરક્ષણ ઉત્પાદન થયું હતું.


ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનના ૫૫ પ્રાથમિક પ્રોજેકટમાંથી ૨૩ સમયમર્યાદા પૂરી કરી શકયા નથી. ઉચ્ચ–અગ્રતા ધરાવતા પ્રોજેકટસમાં એન્ટિ–એર ફિલ્ડ હથિયારો, મિસાઇલ, એન્ટિ–શિપ મિસાઇલ, લાંબા અંતરના રડાર, અન્ય લડાયક વાહન, સબમરીન માટે ફાઈટર સૂટ અને સબમરીન પેરિસ્કોપ્સનો સમાવેશ થાય છે.


ગયા મહિને, કેન્દ્ર સરકારે દેશની રાજધાની દિલ્હીના પોશ વિસ્તાર જોર બાગમાં હજારો કરોડની કિંમતની લગભગ ૧૦ એકર જમીન સહિત કુલ ૧૨૩ મિલકતોમાંથી દિલ્હી વકફ બોર્ડને ખાલી કરી દીધું હતું. આ સંદર્ભમાં, કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપ સિંહ પુરીએ સોમવારે રાયસભામાં જણાવ્યું હતું કે વાસ્તવમાં આ તમામ મિલકતો હંમેશા કેન્દ્રની માલિકીની હતી. એક પ્રશ્નના લેખિત જવાબમાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં આ મિલકતોને અન્ય હેતુઓ માટે ફાળવવાની પ્રક્રિયા શ થઈ નથી.


શિક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બિહાર દેશમાં સૌથી વધુ સાક્ષરતા દર ધરાવે છે, ત્યારબાદ અણાચલ પ્રદેશ અને રાજસ્થાનનો નંબર આવે છે. ગ્રામીણ ભારતમાં સાક્ષરતા દર ૬૭.૭૭ ટકા છે જે શહેરી વિસ્તારોમાં ૮૪.૧૧ ટકા છે. કેન્દ્રીય શિક્ષણ રાય મંત્રી અન્નપૂર્ણા દેવીએ લોકસભામાં લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application