પાક વીમા યોજનામાં ફેરફાર કરવા સરકારની વિચારણા

  • April 11, 2023 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સરકાર પર સબસિડીનો બોજ ઘટાડી વીમા કંપનીની ચિંતા દૂર કરવા કવાયત


કેન્દ્ર સરકાર આ વર્ષે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં સુધારો કરવા માગે છે. સંશોધિત વીમા યોજના આગામી ખરીફ સિઝનથી લાગુ કરવામાં આવી શકે છે. તેનો હેતુ સરકાર પર સબસિડીના બોજ ઘટાડીને વીમા કંપનીઓની ચિંતાઓને દૂર કરવાનો છે. આ સાથે સરકાર આટિર્ફિશિયલ ઈન્ટેલિજન્સ દ્રારા પાક સંબંધિત ડેટા મેળવીને ઝડપથી વીમા દાવાઓનું સમાધાન કરવા માગે છે.




ઉપરાંત સરકાર પાક અને ઉપજ સંબંધિત ડેટા મેળવવા માટે આટિર્ફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને વીમા દાવાની ઝડપી પતાવટ કરવા માગે છે. આ યોજનામાં સુધારો કરવાની જરૂર એટલા માટે છે કારણ કે પ્રિમિયમ દરોમાં વધારો થવાથી સરકારની સબસિડી  જવાબદારીમાં વધારો થયો છે. ઘણી રાય સરકારોને આ યોજના બધં કરવાની ફરજ પડી છે. સંશોધિત સ્કીમમાં વીમા કંપનીઓએ એકત્રિત કરેલા કુલ પ્રિમિયમના ૬૦–૧૩૦ ટકા અને ૮૦–૧૧૦ ટકા બે બેન્ડમાં ખેડૂતોને દાવાની ચૂકવણી કરવી જરૂરી છે. જે દાવાઓ ગ્રોસ પ્રિમિયમના ૭૦ ટકા અથવા ૮૦ ટકા કરતા ઓછા હોય, તો કંપનીઓ સરકારને પ્રિમિયમની રકમ પરત કરશે. જયારે દાવા પ્રિમિયમના ૧૩૦ ટકા અથવા ૧૧૦ ટકા કરતા વધારે હોય તો સરકાર કંપનીઓને વળતર આપશે.



રાજ્યો દ્રારા લાગુ કરવામાં આવેલી આ યોજના માટે કોઈ નિિત પ્રિમિયમ દર નથી,વીમા કંપનીઓના પ્રિમિયમ દરો બિડિંગ દ્રારા નક્કી કરવામાં આવે છે. મંત્રાલયે રાયોને ટેન્ડર દસ્તાવેજ તૈયાર કરવા કહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application