ગુજરાતના જ એક ભાઈને તેના બાળપણના ફોટોના કારણે કોર્ટમા જવાની ફરજ પડી છે. તેણે આ ફોટો ગૂગલ ડ્રાઇવ પર અપલોડ કર્યો હતો, પરંતુ ગૂગલે તેને તેની નીતિનું ઉલ્લંઘન માન્યું. જે ફોટોના કારણે ખળભળાટ મચી ગયો છે તેમાં તે વ્યક્તિ બે વર્ષનો હતો અને નહાતી વખતે નિર્વસ્ત્ર હતો. ગૂગલે આ ફોટોને બાળ જાતીય શોષણ ગણીને તેનું એકાઉન્ટ બ્લોક કરી દીધું હતું. આ વ્યક્તિએ પોતાનું ગૂગલ એકાઉન્ટ રિકવર કરાવવા માટે કોર્ટનો સંપર્ક કર્યો છે.
ટેક કંપનીઓ પર ન્યુડિટીને નિયંત્રિત કરવા માટે નિયમનકારો દ્વારા મજબૂત દબાણ છે. તેથી, ટેક કંપનીઓ પણ તેમના પ્લેટફોર્મને ન્યૂડ કન્ટેન્ટથી બચાવવા માટે કડક પગલાં લઈ રહી છે. ઊપરાંત બાળ લૈંગિકતા સંબંધિત સામગ્રી પર વધુ નજર રખાઈ રહી છે. ગૂગલના એક્શનને પણ આ દ્રષ્ટિકોણથી જોઈ શકાય છે. વ્યવસાયે કોમ્પ્યુટર એન્જિનિયર નીલ શુક્લાને ગૂગલની કાર્યવાહીનો સામનો કરવો પડ્યો છે. ગયા વર્ષે તેણે પોતાના બાળપણના ફોટા ગૂગલ ડ્રાઇવ પર અપલોડ કર્યા હતા. આમાં તે બે વર્ષનો હતો અને તેની દાદી તેને નવડાવી રહી હતી. નીતિના ઉલ્લંઘનને કારણે નીલ શુક્લાનું ગૂગલ એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યું છે.
ગયા વર્ષે એપ્રિલમાં એકાઉન્ટ બ્લોક થયા બાદ નીલે ગૂગલને એકાઉન્ટ રિસ્ટોર કરવાની અપીલ કરી હતી. પરંતુ કંપની તરફથી કોઈ રાહત મળી નહીં. આ પછી તેણે 12 માર્ચે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. પિટિશનમાં નીલે કહ્યું હતું કે ગૂગલે બાળપણના ફોટાને બાળ શોષણ ગણાવ્યા છે અને બધું જ બ્લોક કરી દીધું છે. તે તેના જીમેલ એકાઉન્ટનો ઉપયોગ કરી શકતો નથી. તેના કારણે તેને તેના બિઝનેસમાં ભારે નુકસાન થઈ રહ્યું છે. અહેવાલ મુજબ નીલ પોતાનું એકાઉન્ટ રિસ્ટોર કરાવવા ગુજરાત પોલીસ પાસે ગયો હતો. તેમણે કેન્દ્ર સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગની મદદ પણ માંગી, પરંતુ કંઈ થયું નહીં. આવી સ્થિતિમાં તેણે કોર્ટનો સંપર્ક કરવો પડ્યો હતો.
અરજદારે આ મામલે તાત્કાલિક સુનાવણીની માંગ કરી છે કારણ કે ગૂગલે તેને નોટિસ મોકલી છે. આ નોટિસમાં ગૂગલે કહ્યું કે એકાઉન્ટ એક્ટિવ ન હોવાને કારણે આ વર્ષે એપ્રિલમાં ગૂગલ સાથે સંબંધિત તેમનો તમામ ડેટા ડિલીટ કરી દેવામાં આવશે. હાઈકોર્ટે આ મામલે ગૂગલ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડને નોટિસ પાઠવી છે. જસ્ટિસ વૈભવી ડી નાણાવટીએ 15 માર્ચે ગૂગલ, કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે, જેનો જવાબ 26 માર્ચ, 2024 સુધીમાં આપવાનો રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech