બ્રહ્માસ્ત્રના ફેન્સ માટે સારા સમાચાર, પાર્ટ 2 અને 3માં આ અભિનેતાનો રોલ ફાઈનલ, રણબીર કપૂરે કરી સ્પષ્ટતા

  • March 08, 2023 12:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડ એક્ટર રણબીર કપૂરની 'બ્રહ્માસ્ત્રઃ પાર્ટ વન-શિવા' વર્ષ 2022માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી અને બ્લોક બસ્ટર હતી. ચાહકો હવે આ ફિલ્મના અન્ય પાર્તની રાહ જોઈ રહી છે. આવી સ્થિતિમાં હોળીના અવસર પર ચાહકો માટે સારા સમાચાર છે. રણબીરે 'બ્રહ્માસ્ત્રઃ પાર્ટ 2 અને 3'ની પુષ્ટિ કરી છે.

હાલમાં રણબીર કપૂર 'એનિમલ'ના શૂટિંગ પછી બ્રેક લેવાનું વિચારી રહ્યો છે. પુત્રી રાહા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવ્યા બાદ જ અભિનેતા 'બ્રહ્માસ્ત્ર' 2 અને 3નું શૂટિંગ શરૂ કરશે. એક ઇન્ટરવ્યુમાં અભિનેતાએ આ વિશે જણાવ્યું હતું. 'બ્રહ્માસ્ત્ર 2 અને 3' બની રહી છે અને અયાન મુખર્જી સ્ક્રિપ્ટ લખી રહ્યા છે. તેણે એમ પણ કહ્યું કે તે 2023ના અંત સુધીમાં અથવા 2024ની શરૂઆતમાં શૂટિંગ શરૂ કરવાની યોજના ધરાવે છે. આગામી સીરીઝમાં, અયાન દેવના રહસ્યમય પાત્ર પરથી ખુલાસો કરશે.

'બ્રહ્માસ્ત્ર'ની સિક્વલ પહેલા રણબીર કપૂર સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત 'એનિમલ'નું શૂટિંગ પૂર્ણ કરશે. આ ફિલ્મમાં અભિનેતા એકદમ અલગ અવતારમાં જોવા મળશે. રશ્મિકા મંદન્ના આ ફિલ્મમાં તેની ઓપોઝિટ લીડ એક્ટ્રેસની ભૂમિકા ભજવશે. 'એનિમલ'માં અનિલ કપૂર અને બોબી દેઓલ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ ઓગસ્ટ 2023ના રોજ સિનેમાઘરોમાં આવશે. હાલમાં, રણબીર તેની ફિલ્મ તુ જૂઠી મેં મક્કરને લઈને ઉત્સાહિત છે. આ ફિલ્મમાં તેણે પહેલીવાર શ્રદ્ધા કપૂર સાથે સ્ક્રીન શેર કરી છે. આ ફિલ્મ આવતીકાલે એટલે કે 8 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application