ગોંડલ : ઉત્તરાયણમાં પતંગનો દોરો બન્યો ઘાતક, રાસ્તા વચ્ચે દોરો આવતા યુવાનને દાઢી અને ગળાના ભાગે ગંભીર ઈજા

  • January 14, 2023 05:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજે દેશમાં ઉત્તરાયણ ઉજવાઈ રહી છે. પતંગરસિયાઓ માટે પવન તો સાનુકૂળ છે, પણ ઉજવણીમાં દિવસની શરૂઆતમાં જ  અકસ્માતો બની ચૂક્યા છે. ગોંડલના એક યુવાનને પતંગનો આ તહેવાર જીવલેણ બન્યો છે. પ્રણવ અશ્વિનભાઈ મારૂ નામના યુવાનને દાઢીના ભાગે પતંગ દોરો લાગવાની ઘટના બની છે. યુવાન રાજકોટ કામ માટે જઈ રહ્યા હતા તે દરમ્યાન આશાપુરા ચોકડી પાસે પતંગનો દોરો વચ્ચે આવતા ઇજા થઇ છે. હાલ યુવાનને ગોંડલમાં ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ જવાયો હતો. જ્યાં તેને દાઢીના ભાગે 17 ટાંકા આવ્યા હોવાનું જણાય છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application