આ મંદિરની દાનપેટીમાંથી સોનાના ઘરેણા, વિદેશી ચલણ અને ઘડિયાળો મળી આવ્યા

  • June 06, 2023 01:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મધ્યપ્રદેશના ઈન્દોરમાં આવેલું ખજરાના ગણેશ મંદિરની કહાની ચમત્કારિક છે. દૂર દૂર સુધી ભક્તોમાં આ મંદિરની આસ્થા જોવા મળે છે. ભક્તોની આસ્થાનું આ પાવન સ્થાન અવાર નવાર ભગવાનના ચમત્કાર ગણાવે છે. સંતાનની કામના, ધનની ઈચ્છા, નોકરીની જરૂરિયાતથી લઈને અનેક વરદાન મેળવવા માટે આ મંદિર જાણીતું છે. આ ચમત્કારિક મંદિર વિશે કહેવાય છે કે આ મંદિરમાં સ્વયંભૂ ગણપતિ ભક્તોની મનોકામના પૂરી કરે છે. ભક્તો અહીં આવીને ઊંધો સાથિયો બનાવે છે અને તેમનું કામ થઈ જાય છે.


આ મંદિરમાં 35 દાન પેટી છે.જેને ગણતા દિવસો લાગી જાય છે.મંદિરમાં ભક્તો દ્વારા શ્રદ્ધા અને ભક્તિ સાથે દાન આપવામાં આવે છે.આવી સ્થિતિમાં મંદિરમાં રાખવામાં આવેલી દાન પેટીઓમાં મળેલી રકમની ગણતરી આજથી શરૂ થઈ ગઈ છે.


આ દાન પેટીઓ ખોલતા ભારતીય રૂપિયાની સાથે વિદેશી ચલણ,સોનાના ઘરેણા અને ઘડિયાળો મળી આવી હતી. આ વર્ષે ઈન્દોરમાં ગ્લોબલ સમિટ અને પ્રવાસી ભારતીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ગ્લોબલ સમિટ અને પ્રવાસી ભારતીય સંમેલનમાં વિદેશીઓ પણ આવ્યા હતા.જેમને આ ખજરા મંદિરની મુલાકાત લઇ હશે અને એવું કહી શકાય કે કોઈ વિદેશીએ આ દાન કર્યું હશે. પ્રથમ દિવસે 33 લાખ રૂપિયાની ગણતરી કરવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application