ગીરસોમનાથ એલસીબીએ કોડીનારના અડવી ગામે મોબાઇલ ચોરની કરી ધરપકડ

  • April 21, 2023 01:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સિટિઝન પોર્ટલ એપ મારફત દાખલ થયેલ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા પોલીસ તંત્ર સાબદુ બન્યું છે ત્યારે અને આવા બનેલ ગુનાઓ શોધી કાઢવા ગીરસોમનાથ એલસીબીના પો.હેડ.કોન્સ. પ્રફુલભાઇ વાઢેર, શૈલેષભાઇ ડોડિયા તથા પો.કોન્સ. ઉદયસિંહ સોલંકી પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન મળેલી બાતમીના આધારે કોડીનાર તાલુકાના અડવી ગામના ફાટક પાસેથી મગનભાઇ રવજીભાઇ બારૈયા ઉ.વ.૨૪, ધંધો મજુરી, રહે.શીયાળબેટ તા.જાફરાબાદ જી.અમરેલીને પકડી પાડી તેની તલાશી લેતાં જેની પાસેથી એક મોબાઇલ કબજે કરી આ મોબાઇલના આધાર પુરાવા માગતા તેની પાસે ન હોય અને આ મોબાઇલ ચોરી થયેલ હોવાનું જણાય આવતા આ મોબાઇલ ચોર મગનને તેમજ કબજે કરેલ મુદ્દામાલ વિવો કંપનીનો મોબાઇલ નંગ-૧ કિ.‚ા.૭૦૦૦ કોડીનાર પોલીસને સોંપી આઇપીસી કલમ ૩૭૯ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application