ગિરનાર ટુરિઝમ : રણોત્સવ જેવો આનંદ માણી શકાશ

  • December 09, 2023 09:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સફળ નેતા અને ધારાસભ્ય તરીકે સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કરી પ્રજાકીય કામગીરીથી સોરઠવાસીઓના જન હૃદયમાં સ્થાન મેળવનાર ધારાસભ્ય સંજય કોરડીયા આજે આજકાલના ખાસ મહેમાન બન્યા હતા. તેમની આ વિશેષ મુલાકાતમાં આજકાલના મેનેજિંગ ડિરેક્ટર ચંદ્રેશ જેઠાણી, મેનેજર એડિટર અનિલ જેઠાણી અને ગ્રુપ એડિટર કાના બાટવા સાથે જુનાગઢ ના વિકાસ અને ભવિષ્યની યોજનાઓને લઈને વિસ્તૃત ચર્ચા કરી હતી આ ઉપરાંત આખા વર્ષ દરમિયાન ધારાસભ્ય પદે રહીને તેમની પ્રજાકીય કામગીરીના લેખાજોખા આજકાલના માધ્યમથી વિસ્તૃત વર્ણવ્યા હતા.



એક વર્ષ પહેલા ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત કરનાર અને પ્રથમ વખત ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ વિધાનસભામાં પગ મુકતાની સાથે જ નત મસ્તક નમન કરીને માત્ર જુનાગઢ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના લોકોનું દિલ જીતી લીધું હતું.તેમણે કહ્યું કે, વિધાનસભા ગૃહને પોતે ધારાસભ્ય તરીકે મંદિર માને છે. લોકોની સુખાકારીના કાર્યો અહીંથી કરવાના છે એટલા માટે એક ધારાસભ્ય તરીકે વિધાનસભા ગૃહની અંદર પ્રવેશ કરતા પહેલા તેઓએ નતમસ્તક પ્રણામ કર્યા હતા. ધારાસભ્ય તરીકે વિધાનસભા ગૃહની અંદર પ્રવેશ કરતા પહેલા એક વ્યક્તિ આ રીતે ઘૂંટણભેર બેસી માથું જમીને અડાડી અને વિધાનસભા ગૃહને મસ્તક પ્રણામ કરે તેવું આ એકમાત્ર દ્રશ્ય હતું.



ચૂંટણીમાં વચન આપ્યાની સાથે બીજા દિવસથી જ લોકોના પ્રશ્નોના ઉકેલ લાવવા અને જુનાગઢ વાસીઓને નવી નવી સુવિધાઓ મળે તે માટે કામે લાગી ગયા હતા. આજે આજકાલ સાથેની વિશિષ્ટ મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે, ગમે તેટલો વ્યસ્ત હોઉ પરંતુ દરરોજ ત્રણ કલાક તો લોકોને મળવાનું તેમના પ્રશ્નોને જાણવા અને ઓન ધ સ્પોટ અરજદારોના પ્રશ્નોનો ઉકેલ આવે તે માટે સીધો જ જે તે અધિકારીનો સંપર્ક કરી તાત્કાલિક પ્રશ્નનો નિરાકરણ લઈ આવવાનું, મારા સ્વભાવ કે મારી કામગીરીના લીસ્ટમાં ક્યારે કામ થઈ જશે..? આ શબ્દ આવતો જ નથી. સમયનો ચુસ્ત આગ્રહી છું. જુનાગઢ મહાનગરપાલિકા થઈ ગયું હોવા છતાં પણ હજુ કામગીરીમાં નગરપાલિકાના મૂડમાં હોવાના લીધે લોકોના રોડ રસ્તા અને પાણીના સૌથી વધારે પ્રશ્નો ઊભા હોય છે આથી ૨૪ કલાકમાં લોકોના પ્રાથમિક પ્રશ્નોનો ઉકેલ લાવવાની મેં કોશિશ કરી છે. પ્રાથમિક પ્રશ્નો માટે મેં મારો નંબર પ્રજાને આપ્યો છે તેમાંથી તો મને ફોટો મોકલે છે અને આ પ્રશ્ન જે તે સંબંધિત અધિકારીને હું મોકલીને તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે તે પ્રયાસ હંમેશા મારા
રહ્યા છે.



૧૭ ગ્રામ્ય વિસ્તારમાં ફરિયાદ સંકલન સમિતિ બનાવી છે જેમાં સમગ્ર રાજ્યમાં સૌથી વધારે અઢી કલાક જેટલી આ સમિતિ ચાલે છે અને પ્રજાના પ્રશ્નો ઉજાગર કરી તેને ઉકેલ લાવવામાં આવે છે. ૧૪ ગામમાં નર્મદાનું પાણી ઘરે ઘરે પહોંચાડ્યું છે.
તેમણે કામગીરી દરેક લોકો ના આંખોને ઉડીને વળગી છે, તેમાં નોંધપાત્ર અને મહત્વપૂર્ણ કહી શકાય તે ખાસ વડીલો માટે બનાવેલી મેડિકલ હેલ્પલાઇન છે જેમાં ૬૦ વર્ષથી ઉપરના વડીલો ટોલ ફ્રી નંબર પર ફોન કરે અને ગણતરીની મિનિટમાં ડોક્ટર અને તેની ટીમ તેના ઘરે પહોંચી ગયા બાદ જે તે વ્યક્તિનું નિદાન અને સારવાર કરે છે. આ ઉપરાંત અત્યારે સુધી ગિરનાર પર થાંભલા અને તારથી વીજળી પહોંચાડવામાં આવતી હતી પરંતુ ક્યારેક વાવાઝોડા ના લીધે વીજળી ભૂલ થઈ જતી હતી આથી મુખ્યમંત્રી ને રજૂઆત કરી ૮ કરોડના ખર્ચે ૧૧ કેવી કેબલ અને છ ટ્રાન્સમિશન મંજુર કરાવ્યા છે. આથી ગિરનાર પર વીજ પ્રશ્ન દૂર થઈ ગયો છે.
આ ઉપરાંત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં અત્યાર સુધી વિજેતા ને ૫,૦૦૦ નો પુરસ્કાર આપવામાં આવતો હતો પરંતુ રમતવીરોને પ્રોત્સાહન મળે તે માટે 


સરકારમાં રજૂઆત કરતા તેને સફળતા મળી અને રાજ્યકક્ષાની સ્પર્ધામાં પ્રથમ વખત ૫૦૦૦૦ અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં એક લાખ પુરસ્કાર આપવામાં આવે છે. 
સોરઠમાં રમતવીરોની સંખ્યા વધારે છે અને તેને પ્રોત્સાહન મળે ઓલમ્પિક સુધી જઈ શકે તે માટે કરોડો રૂપિયાના ખર્ચે સૌરાષ્ટ્રનું પ્રથમ અધ્યતન સંકુલ બનાવવામાં આવી રહ્યું છે. ત્રણ કરોડના ખર્ચે બાઉદીન કોલેજ ને હેરિટેજ કોલેજ બનાવવા માટેની કામગીરી તો ઉપરકોટ ને તાજેતરમાં કરીને લોકો સમક્ષ મૂકવામાં આવ્યો છે.
 દેશ-વિદેશમાંથી પ્રવાસીઓની સંખ્યા જૂનાગઢના હેરિટેજ સ્થળોને જોવા માટે વધી રહી છે ત્યારે પ્રવાસીઓની સુવિધામાં વધારો થાય તે માટે અવનવા પગલાં લેવામાં આવી રહ્યા છે જેમાં તાજેતરમાં ઉપરકોટ સુધી પહોંચવા માટે ટ્રાફિકની સમસ્યા વધારે હોવાથી હાલમાં ઉપરકોટના પાછળના ભાગમાં બે ગ્લાસ વાળી લિફ્ટ બનાવવામાં આવી રહી છે આ લિફ્ટ માંથી ગિરનાર અને અન્ય જોવાલાયક સ્થળો નો નજારો નિહાળી શકાશે.


ગિરનાર જંગલમાં ભરપૂર ઔષધિ, દેશ-વિદેશના વિદ્યાર્થીઓ રિસર્ચ માટે આવે છે
સોરઠમાં પ્રકૃતિ ભરપૂર છે, એક જ જગ્યાએ દરિયાકાંઠો ,પહાડ અને જંગલનું કુદરતી ભેટ મળી છે ત્યારે રણોત્સવ ની જેમ જુનાગઢ માં ગિરનાર મહોત્સવ યોજાય અને જેના લીધે ટુરિઝમનો વિકાસ થાય તે દિશામાં અમારા પ્રયાસો ચાલુ છે. આ બાબતે હમણાં જ સરકારમાં ધ્યાન દોરવામાં આવ્યું છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ અને સાસણ ના પ્રવાસ બાદ જુનાગઢ માં પ્રવાસીઓ રોકાણ કરી હેરિટેજ સ્થળોને નિહળી શકે તેમ છે. અહીં ખાસ એમને એવો પણ ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, ઔષધિથી ભરપૂર સાસણ વિસ્તારમાં દેશ વિદેશની ટોચની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ખાસ રિસર્ચ માટે પણ આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application