છોકરીઓ ઉડાવતી હતી તેની ઊંચાઈની મજાક, 63 લાખ ખર્ચીને ઊંચો બન્યો યુવક !

  • June 21, 2023 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તમે ઘણા લોકોના મોઢેથી સાંભળ્યું હશે કે કોઈને એટલું દુઃખ ન આપવું જોઈએ કે તેનાથી અસર થાય. આવું જ કંઈક ડિન્ઝેલ સિનર્સ નામના વ્યક્તિ સાથે થયું હતું, જે મહિલાઓની કેટલીક ટિપ્પણીઓથી એટલો હર્ટ થઈ ગયો હતો કે તે માત્ર પોતાની હાઈટ વધારવા માટે 63 લાખ જેટલી મોટી રકમ ખર્ચવા તૈયાર થઈ ગયો હતો.


દુનિયામાં મોટા ભાગના લોકો એવા હોય છે જે વ્યક્તિના દેખાવ અને કદના આધારે જ જજ કરે છે. કેટલાક લોકો તેમના ચહેરા પર એવું પણ કહે છે કે તેમની સામેની વ્યક્તિમાં શું કમી છે. બીજાના દિલમાં શું ચાલી રહ્યું છે તે પણ તેઓ જાણતા નથી. એવું જ 27 વર્ષના ડિન્ઝેલ સિનર્સ નામના છોકરા સાથે થયું. યુવતીઓ તેના નાના કદની મજાક ઉડાવતી હતી, આવી સ્થિતિમાં તેણે એક મોટો નિર્ણય લીધો હતો.


તેણે પોતે કબૂલ્યું હતું કે તેણે તેની ઊંચાઈ વધારવા માટે સર્જરી કરાવી હતી. અહેવાલ મુજબ તેની ઉંચાઈ 5 ફૂટ હતી જે હવે વધી ગઈ છે. તેની ઉંચાઈ ઓછી હોવાને કારણે મહિલાઓ તેની સાથે બાળકની જેમ વર્તે છે. નેવીના મેડિકલ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા ડીએનઝલે સ્વીકાર્યું કે હવે તેનો આત્મવિશ્વાસ વધી ગયો છે. પહેલા છોકરીઓ તેને ઊંચા છોકરા સામે રિજેક્ટ કરતી હતી.


અમેરિકન નેવીમાં કામ કરતી વખતે પણ લોકો તેની ઊંચાઈને લઈને તેની મજાક ઉડાવતા હતા, તેથી તેણે તુર્કી જઈને પોતાના પગને લંબાવવાની સર્જરી કરાવી હતી. તેણે 2 સર્જરી પર £60,000 સુધીની રકમ એટલે કે 63 લાખ રૂપિયા ખર્ચ્યા હતા. આ દરમિયાન, તેને તેમના હાડકાં વચ્ચે સ્ક્રૂ નાખીને સળિયા વડે લંબાવવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application