રાજકોટમાં અવધ રોડ પર સિઝન હોટલ પાસે આવેલા નિવર્ણિા ટાવર સોસાયટીમાં કરૂણ ઘટના બની હતી. અહીં બેઝમેન્ટમાં નેપાળી દંપતીની બે વર્ષની બાળકી રમતા રમતા ગેટ પાસે આવેલા ફુવારામાં પડી જતા બેભાન થઈ ગઈ હતી. બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જતા અહીં સારવાર કારગત નિવડે તે પૂર્વે માસુમે આંખો મીંચી લીધી હતી. બાળકીના માતા-પિતા અહીં એપાર્ટમેન્ટમાં જ કામ કરતા હોય તેઓ તેના કામમાં વ્યસ્ત હતા દરમિયાન બાળકી અકસ્માતે ફુવારામાં પડી ગઈ હતી. એકની એક પુત્રીના મોતથી નેપાળી દંપતિ આઘાતમાં સરી પડ્યું હતું.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, અવધ રોડ પર સીઝન હોટલ પાસે આવેલા નિવર્ણિા ટાવર સોસાયટીમાં રહેતા મૂળ નેપાળના વતની શેરસિંહ ગુહા અને તેના પત્ની બંને અહીં ગઈકાલ બપોરના એપાર્ટમેન્ટમાં બેઝમેન્ટમાં કામમાં વ્યસ્ત થતા દરમિયાન તેમની બે વર્ષની બાળકી પ્રિયાંશી અહીં સોસાયટીના એન્ટ્રી ગેટ પાસે રમતા રમતા ત્રણ ફૂટ ઊંડા ફુવારામાં પડી ગઈ હતી. બાળકી ક્યાંય નજરે ન પડતા તેના માતા-પિતા તેની શોધખોળ કરતા હતા દરમિયાન બાળકી અહીં ફુવારામાંથી મળી આવી હતી જેથી તેને બેભાન હાલતમાં સારવાર માટે જનાના હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અહીં ફરજ પરના તબીબે જોઈ તપાસી બાળકીને મૃત જાહેર કરી હતી. બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના એએસઆઈ એચ.પી.રવીયાએ અહીં પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, દંપતિ મૂળ નેપાળનું વતની હોય છેલ્લા પાંચેક વર્ષથી રાજકોટમાં રહે છે અને છેલ્લા ત્રણ વર્ષથી અહીં નિવર્ણિા ટાવરમાં સોસાયટીમાં રહે છે. બાળકીના પિતા શેરસિંગ અહીં એપાર્ટમેન્ટમાં સિક્યુરિટી તરીકેનું કામ કરે છે જ્યારે તેની માતા અહીં ઘરકામ કરે છે. ગઈકાલે માતા-પિતા બંને બેઝમેન્ટમાં પોતપોતાના કામમાં વ્યસ્ત હતા દરમિયાન બાળકી રમતા રમતા અકસ્માતે ફુવારામાં પડી ગઈ હતી એકની એક પુત્રીના મોતથી માતા-પિતા આઘાતમાં સરી પડ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech