ઉનાના કેસરિયામાંથી રિલાયન્સ જીઓ ટાવરમાંથી જનરેટર ચોરી કરનાર ઝડપાયા

  • May 23, 2023 12:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉના કેસરિયા ગામે પહેલા રિલાયન્સ જીઓના કંપનીના ટાવરમાંથી જનરેટર જનરેટર ચોરી થવાની ફરિયાદ પોલીસ સ્ટેશન નોંધાઈ હતી જેને લઇને પોલીસ પણ ચોરોને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા પોલીસે જેમાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતા પોલીસને એક ખાનગી રૂપે બાતમી મળી હરભોલે હોટલ પાસે રીલાન્સ જીયો ના ટાવરનુ ફાઉન્ડેસન ઉપર ફીટ કરેલ જનરેટરના ચોરીના ત્રણ (૧) પ્રવીણ ઝીણાભાઈ ડોડીયા (૨) જયંતિ રામભાઈ ડાભી (૩) મહેશ ભીખાભાઈ શિયાળ આરોપીઓ બોલેરો જીજે-૩૭-૧-૪૧૦૦ લઈ ઉભેલ છે અને તેને ચેક કરતા તેમાંથી જનરેટ તથા તેનો સુટો સમાન મળી આવતા ત્રણેય ઇસમ ને મુદામાલ બાબતે પૂછ-પરછ કરતા કેસરીયા થી ચોરી કરેલાનુ ઇસમો જણાવતા હોય ત્રણ ઇસમોને ઝડપી પાડી અને તેના પર કાયદેસરની કાર્યવાહી કરી છે જેમાં પોલીસે ઉના પોલીસ સ્ટેશનના ઇન્સ.એન.કે.ગોસ્વામી પો.સબ ઇન્સ.જે.ડી.નિમાવત સર્વલન્સ સ્કોડના પો.સ.ઈ સી.બી.જાડેજા તથા એ.એસ.આઇ ધર્મેન્દ્રસિંહ માનસિંહ પરમાર તથા પ્રદિપસિંહ હરિસિંહ રાયજાદા, પો.હેડ.કોન્સ પી.પી.બાંભણીયા, પો.કોન્સ કૌશિકસિંહ અરશીભાઇ વાળા , કનુભાઇ નાજાભાઇ વાઢેર, પો.કોન્સ ધર્મેન્દ્રસિંહ હરાજભાઇ તથા વિજયભાઈ હાજાભાઈ રામ, નલીનભાઈ બાલાભાઈ સોલંકી, બી બીટના જમાદાર પો.હેડ.કોન્સ યોગેશભાઈ મંગળભાઈ તથા પો.કોન્સ રીતેશભાઇ ગૌરીશંકર નાઓ સાથી મળી ઈસમોને ઝડપી પાડ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application