BREAKING NEWS

અખિલ વિશ્ર્વ ગાયત્રી પરીવાર દ્વારા ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ યોજાશે

  • April 25, 2026 04:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર  :  અખિલ વિશ્ર્વ ગાયત્રી પરીવાર દ્વારા ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ યોજાશે 



અખિલ વિશ્ર્વ ગાયત્રી પરીવાર શાંતિકુંજ-હરિદ્વાર દ્વારા સમગ્ર વિશ્ર્વમાં બુઘ્ધ પુર્ણિમાના પાવન પ્રસંગે શુદ્ધિકરણ અર્થે ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જામનગર જીલ્લામાં તા.૧/૫/૨૦૨૬ના સૂર્યોદયથી સૂર્યાસ્ત દરમ્યાન કોઇ પણ ભાવિક તેમના ઘરે માત્ર ૨૦ મિનિટમાં યજ્ઞ કરી શકે છે. વધુ સુગમતા માટે હવન કરનાર ઓડીયો-વિડીયો કિલપનો ઉપયોગ કરી શકે છે. 

​​​​​​​
હવન સામગ્રીની પડીકી અને મંત્રની પત્રિકા તા.૨૬ થી ગાયત્રી શકિતપીઠ, માસ્તર સોસાયટી, શ‚ સેકશન રોડ, જામનગરમાંથી આપવામાં આવશે. જે લોકો તા.૧/૫ના યજ્ઞ કરી શકે તેમ ન હોય તેઓ તા.૨/૫ના અથવા ૩/૫ના યજ્ઞ કરી શકે છે, લોકોને પરીવાર, સમાજ અને રાષ્ટ્ર કલ્યાણની ભાવના સાથે આ યજ્ઞ અભિયાનમાં જોડાવા ગાયત્રી પરીવાર દ્વારા આહવાન કરવામાં આવ્યુ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application