જામનગરના વાલકેશ્ર્વરીનગરીમાં પસાર થતી ગેસલાઇન આજે બપોરના સમયે લીકેજ થવા પામી હતી, જેને કારણે ગેસ કંપનીના કર્મચારીઓએ સ્થળ પર આવીને તાકીદે ગેસલાઇનનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો.
કોઇ ટેકનીકલ કારણસર વાલકેશ્ર્વરી વિસ્તારમાં ગેસલાઇન લીકેજ થવાનો મેસેજ મળતા જ ગેસ કંપનીના કર્મચારીઓ તાકીદે સ્થળ પર પહોંચી ગયા હતા અને રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી, સમગ્ર વિસ્તારમાં તાકીદે ગેસ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. આ પુર્વે ગેસલાઇન લીકેજ થતા સ્થળે ગભરાહટનો માહોલ છવાઇ જવા પામ્યો હતો, ગેસ કંપનીને તાકીદે મેસેજ મળતા જ તાબડતોબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જામનગરના વાલકેશ્ર્વરી, સ્વસ્તીક સોસાયટી, પટેલ કોલોની, ગુદત્તાત્રેય વિસ્તાર, અંબાવિજય, રામેશ્ર્વરનગર, વિકાસગૃહ સહિતના વિસ્તારોમાં ગેસ પુરવઠો બંધ થતા ગૃહીણીઓની આજ બપોરની રસોઇ અધવચ્ચે અટકી પડી હતી, ગૃહીણીઓમાં રોષની લાગણી જોવા મળી હતી, ગેસ પુરવઠો બંધ થતા આ વિસ્તારમાં આવેલા રેસ્ટોરન્ટો, હોટલો અને ઘરોમાંથી ગેસ કંપનીની ઓફીસના ફોન રણકી ઉઠયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવીમા કંપની મેડી ક્લેઇમમાં કાપેલી રકમ એક માસમાં 9% વ્યાજ સાથે ચૂકવે
May 16, 2025 03:20 PMબીસીજી ચેરમેન દ્વારા તુર્કી, અઝરબૈજાનના પ્રવાસનો બહિષ્કાર કરવા વકીલોને અનુરોધ
May 16, 2025 03:10 PMકેનેડામાં 5 લાખ ડોલરની ખંડણી ન ચૂકવવા બદલ શીખ ઉદ્યોગપતિની ગોળી મારીને હત્યા
May 16, 2025 03:03 PMમોદી સરકાર સેનાને બૂસ્ટર ડોઝ આપવાની તૈયારીમાં, રક્ષા બજેટ માટે ખજાનો ખોલશે
May 16, 2025 03:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech