કાળા પાણીની સજા માટે ગેંગસ્ટરોને મોકલાશે આંદામાનની જેલોમાં, લોરેન્સ બિશ્નોઈ જેવા ગેંગસ્ટરોના નામ સામેલ

  • July 03, 2023 01:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગેંગસ્ટરો જેલમાં રહીને પણ પોતાની સિન્ડિકેટ ચલાવી રહ્યા હોવાની NIAને આશંકા વ્યક્ત કરી છે.આથી ગૃહ મંત્રાલય અને NIAએ બેઠક યોજી આવા ગેંગસ્ટરોને આંદામાન અને નિકોબાર ટાપુઓ મોકલવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.આ માટે 150 જેટલા કેદીઓની યાદી તૈયાર કરવામાં આવી છે.જેમાં લોરેન્સ બિશ્નોઈ જેવા ગેંગસ્ટરોના નામ સામેલ છે. આસામની ડિબ્રુગઢ સેન્ટ્રલ જેલમાં ટ્રાન્સફર કરવાના વિકલ્પ પર પણ વિચાર કરી રહી છે. ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહ અને તેના સહયોગીઓને ડિબ્રુગઢ જેલમાં રાખવામાં આવ્યા છે.


સંવેદનશીલ કેદીઓના ટ્રાન્સફરને લઈને રાષ્ટ્રીય તપાસ એજન્સી(NIA) અને ગૃહ મંત્રાલયના ટોચના અધિકારીઓએ એક બેઠક યોજાઈ હતી. દિલ્હી, પંજાબ, હરિયાણા સહિત ઉત્તર ભારતની જેલોમાં બંધ ગેંગસ્ટરોઓ પર સકંજો કસવામાં આવી રહ્યો છે. આ રાજ્યોની જેલોમાં બંધ કેટલાક ગેંગસ્ટરોને હવે આંદામાન અને નિકોબાર ટાપુઓ મોકલવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. NIAએ આશંકા વ્યક્ત કરી છે કે આ ગેંગસ્ટરો જેલમાં બેસીને તેમની સિન્ડિકેટ ચલાવી રહ્યા છે. આવી સ્થિતિમાં તેઓને જેલોમાંથી કાઢીને આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહની જેલોમાં શિફ્ટ કરવા જોઈએ.


દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં જેલ પ્રશાસન દ્વારા લગભગ 150 ગેંગસ્ટરોની યાદી પણ તૈયાર કરવામાં આવી રહી છે. યાદીમાં લોરેન્સ બિશ્નોઈ ઉપરાંત મુખ્ય ગેંગસ્ટરોના નામ સામલે છે.તેમાં હકિમ બાબા ચેનુ, કૌશલ ચૌધરી, અમરીક છે જેઓ દિલ્હી, પંજાબ અને હરિયાણાની જેલમાં બંધ છે. કેદીઓની ટ્રાન્સફર અંગેના હાલના નિયમની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. જે અંતર્ગત માત્ર સજા પામેલા કેદીઓને જ એક જેલમાંથી બીજી જેલમાં ટ્રાન્સફર કરવાની જોગવાઈ છે. મોટા ભાગના ગુંડાઓ ટ્રાયલ હેઠળ છે. તેથી હાલની કાયદાકીય જોગવાઈનું પણ મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. અગાઉ NIAએ આ ગેંગસ્ટરોને દક્ષિણ ભારતના રાજ્યોમાં ટ્રાન્સફર કરવાની સલાહ આપી હતી.


NIAના પ્રસ્તાવ પર આ ખૂબ લાંબી પ્રક્રિયા છે કારણ કે આ માટે રાજ્ય સરકારોની પરવાનગી લેવી પડે છે. આંદામાન અને નિકોબાર ટાપુઓ એક કેન્દ્રશાસિત પ્રદેશ છે અને તેનો વહીવટ કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ આવે છે. તેથી જ અહીં કોઈ સમસ્યા નથી. આ જ કારણ છે કે NIAએ હવે ગેંગસ્ટરોને આંદામાન-નિકોબાર મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો છે. 


નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી કેટલાક ગેંગસ્ટરોને આસામની જેલોમાં પણ શિફ્ટ કરવાનું વિચારી રહી છે. હાલમાં આસામમાં ભાજપની સરકાર છે. તેથી ગેંગસ્ટરોને ત્યાં ખસેડવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. પંજાબના ખાલિસ્તાની સમર્થકો અને વારિસ પંજાબ દેના વડા અમૃતપાલ સિંહ અને તેમના સહયોગીઓને ડિબ્રુગઢ જેલમાં રાખવામાં આવ્યા છે.


જેલમાં બંધ ગેંગસ્ટરોની સિન્ડિકેટનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે માર્ચ મહિનામાં પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની પુણ્યતિથિના એક દિવસ પહેલા લોરેન્સ  બિશ્નોઈનું એક ઈન્ટરવ્યુ સામે આવ્યું હતું. મામલો વેગ પકડતો જોઈને પંજાબ સરકારે કહ્યું કે બિશ્નોઈએ ભટિંડા જેલમાંથી ઈન્ટરવ્યુ આપ્યું ન હતું. એપ્રિલમાં જ્યારે NIAએ બિશ્નોઈને પોતાની કસ્ટડીમાં લીધો ત્યારે તેણે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તેણે જેલમાંથી જ ઈન્ટરવ્યુ આપ્યું હતું.


ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ઉત્તર ભારતના રાજ્યોમાં સક્રિય કેટલાય ગેંગસ્ટરો વિરુદ્ધ બે એફઆઈઆર નોંધી હતી. એફઆઈઆરમાં વિદેશમાં બેસીને ભારતમાં સિન્ડિકેટ ચલાવવાનું ષડયંત્ર રચવાનો, આતંકવાદી હુમલાઓ અને ગુનાઓ માટે ભંડોળ ઊભું કરવાનો, યુવાનોની ભરતી કરવાનો આરોપ છે. આ સાથે તેમાં ટાર્ગેટ કિલિંગનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application