રાવકીમાં લૂંટ ચલાવનારા ઘાડપાડું ટોળકીને પાળ પાસેથી ઝડપી લીધી

  • March 27, 2023 02:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રિક્ષાની નંબર પ્લેટ પર ઓઇલ લગાવી રાત્રીના ચોરી–લૂંટ કરવા નીકળતા




લોધીકા તાલુકાના રાવકી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં અઠવાડિયા પૂર્વે મોડી રાત્રીના હથિયારોથી સ ટોળકીએ હત્પમલો કરી લૂંટ ચલાવી હતી. લૂંટ અને ધાડના આ બનાવને લઇ રાજકોટ એલસીબી અને લોધિકા પોલીસના સ્ટાફે તપાસ હાથ ધરી આ ટોળકીને ઝડપી લીધી છે. પોલીસે પાંચ શખ્સોને પાળ ગામ પાસેથી ઝડપી લીધા હતા. યારે એક શખ્સની શોધખોળ ચાલુ છે. પકડાયેલા શખસો પાસેથી રીક્ષા મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.જયારે લૂંટ અને ધાડપાડુ આદિવાસી ગેંગ સામે કોટડા સાંગાણી પોલીસ મથકમાં ગેંગ કેસ કરવામાં આવ્યો છે.





જાણવા મળતી વિગતો મુજબ ગત તારીખ ૨૦૩ ના રોજ રાત્રિના લોધિકા તાલુકાના રાવકી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ગુદેવ પાર્કમાં આવેલા જે.પી મેટલ નામના કારખાનામાં અજાણ્યા શખસોએ અહીં કામ કરનાર શ્રમિકો પર ધોકા અને પાઇપ વડે હત્પમલો કરી તેમને ઈજા પહોંચાડી કારખાનામાંથી કોપર વાયર અને મોબાઈલ ફોન સહિત કુલ પિયા ૪૨ હજારની લૂંટ ચલાવી હતી. જે અંગે લોધિકા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.





દરમિયાન જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડની સૂચનાના પગલે રાજકોટ ગ્રામ્ય એલસીબી પી.આઇ વી.વી ઓડેદરાની રાહબરી હેઠળ પી.એસ.આઇ એચ.સી ગોહિલ, ડી.જી.બડવા અને લોધીકા પોલીસ મથકના પીએસઆઇ વી.બી.ચૌહાણની રાહબરિમા અલગ–અલગ ધીમો બનાવીને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ રવિદેવભાઈ બારડ, કોન્સ્ટેબલ પ્રકાશભાઈ પરમાર મનોજભાઈ બાયલ અને નેમીષભાઇ મહેતાને મળેલી સચોટ બાદમીના આધારે લોધિકાના પાળ ગામ પાસેથી પોલીસે લુંટ ચલાવનાર આ ટોળકીને ઝડપી લીધી હતી.





ઝડપાયેલા શખસોમાં કાનો ઉર્ફે સિંધો નવધણભાઇ લાંબરીયા (ઉ.વ ૨૮ રહે ગૃહપ્રસાદ ચોક ભોલેનાથ સોસાયટી રાજકોટ) અસલમ છેદી રાયની (ઉ.વ ૨૪ રહે લમીનગર શેરી નંબર ૭ રાજકોટ મૂળ ઉત્તર પ્રદેશ),ચીરાગ ઉર્ફે ટકો કિશોરભાઇ કાલાવડીયા(ઉ.વ ૨૮ રહે. મવડી શ્રીનાથજી સોસાયટી ),રાહત્પલ જગદંબા વિશ્ર્વકર્મા(ઉ.વ ૨૩ રહે. લમીનગર રાજકોટ),શ્યામસુંદર બ્રિજલાલ યાદવ(ઉ.વ ૨૨ રહે.લમીનગર રાજકોટ,મૂળ યુપી) નો સામવેશ થાય છે.પોલીસે આ ટોળકી પાસેથી રિક્ષા,પાંચ મોબાઇલ અને રોકડ .૧૪૪૦ કબજે કર્યા હતાં.જયારે ગેંગમાં સામેલ અન્ય એક શખસ જયપ્રકાશ મેઘણાાથ કશ્યપને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.




પોલીસે જણાવ્યું હતું કે, આ ટોળકી રિક્ષામાં નંબર પ્લેટમાં ઓઇલ લગાવી, નંબર પ્લેટ છુપાવી રિક્ષામાં ધોકા અને પાઇપ રાખી રાત્રિના સમયે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ચોરી કરી જો કોઈ પ્રતિકાર કરે તો તેને માર મારી લૂંટ કરવાની એમાં ધરાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application