ચાર બાઇક ચોરીમાં સંડોવાયેલા બે કોલેજીયન સામે ગેંગ કેસ કરાયો

  • June 07, 2023 05:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરથી રાજકોટ આવી હોટલમાં રોકાઈ બાઇક ચોરીના બનાવને અંજામ આપતા હતા: એ.ડિવિઝન પોલીસની કાર્યવાહી

પોરબંદરથી રાજકોટ આવી અહીં હોટલમાં રોકાઈ બાઇક ચોરીના બનાવને અંજામ આપનાર બે કોલેજીયન સામે એ.ડિવિઝન પોલીસે ગેંગ કેસ દાખલ કર્યો છે.




એ ડીવીઝન પોલીસ મથકના પીઆઈ કે.એન. ભુકણના માર્ગદર્શન હેઠળ એએસઆઈ એમ.વી. લુવાએ આઈપીસી કલમ 401, 34 મુજબ ગુનો દાખલ કરાવ્યો છે. જેમાં આરોપી તરીકે, સિધ્ધાર્થ હરીશ ખરા (ઉ.19, રહે. છાયા વિસ્તાર, રઘુવંશી સોસાયટી, લીરબાઈ પાર્ક, પોરબંદર) અને સિધ્ધાર્થ દેવજી વાઘ (ઉ.19, રહે. વીરડી પ્લોટ, વણકરવાસ, રમેશ ડી. પરમાર માર્ગ પોરબંદર)ના નામોનો ઉલ્લેખ છે. આ બન્ને આરોપીઓએ સાથે મળી 4 બાઈક ચોરીના ગુનાને અંજામ આપ્યાનું અગાઉ ખુલ્યુ હતું.


જેમાં આરોપીઓએ યાજ્ઞિક રોડ પર રામકૃષ્ણનગર શેરી નં.2માં આવેલ હાઈસ્ટ્રીટ બિઝનેશ-વે કોમ્પલેક્ષના પાર્કીંગમાંથી કરણ સુરજ સાનાર (નેપાળી) (રહે. દેવપરા, આનંદનગર)નું બાઈક ચોરી કરેલુ, એવી જ રીતે ગોંડલ રોડ પર બોમ્બે હોટલ પાસે આવેલા અજંતા કોમ્પ્લેક્ષમાંથી અમિત મનહરસિંહ રાઠોડ (ઉ.વ34 રહે. આનંદ બંગલા સોસાયટી, આશ્રય શેરી નં.5)નું એકટીવા સ્કૂટર ચોરી કર્યું હતું. પંચનાથ હોસ્પિટલ પાસેથી દિનેશભાઈ કતબા (ઉ.વ52, રહે. રંગીલા પાર્ક, શેરી નં.2, રાજકોટ)નું બાઈક ચોરી કર્યું હતું


આ ઉપરાંત વિજય પ્લોટ શેરી નં.12ના ખૂણે રહેતા મનિષ પ્રભુદાસ પીપળીયા (ઉ.વ.34)નું બાઈક તેના ઘર પાસેથી ઉઠાવી લીધુ હતું. આ ચારેય બાઈક કબ્જે કરી અગાઉ ગુનાનો ભેદ ઉકેલાયો હતો. હાલ આ રીઢા આરોપીઓ જેલ હવાલે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application