ટાઈગર શ્રોફ અને કૃતિ સેનન સ્ટારર 'ગણપત'ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મ ગઈ કાલે સિનેમાઘરોમાં પહોંચી ગઈ છે. મેગાસ્ટાર અમિતાભ બચ્ચને વિકાસ બહલ દ્વારા નિર્દેશિત ડિસ્ટોપિયન ફ્યુચરિસ્ટિક એક્શન ફિલ્મમાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. ફિલ્મની રિલીઝ પહેલા ખૂબ જ ધૂમ મચેલી હતી, જોકે ફિલ્મની શરૂઆત ઘણી નિરાશાજનક રહી હતી.
એક્શનથી ભરપૂર ફિલ્મ 'ગણપત'નું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ ચાહકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જો કે, તેની રિલીઝના પહેલા જ દિવસે તમામ અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યું હતું અને તેની પ્રથમ દિવસની કમાણી ખૂબ જ નિરાશાજનક હતી. 'ગણપત'ની રિલીઝના પહેલા દિવસની કમાણીના પ્રારંભિક આંકડા સામે આવ્યા છે.
રિપોર્ટ અનુસાર, 'ગણપત'એ તેની રિલીઝના પહેલા દિવસે માત્ર 2.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. 'ગણપત' ટાઇગરના કરિયરની સૌથી ખરાબ ઓપનિંગ કરનારી ફિલ્મ બની છે. 'ગણપત'ની પહેલા દિવસની કમાણીથી બધાને મોટો આંચકો લાગ્યો છે. આ ફિલ્મ ટાઈગરના કરિયરની અત્યાર સુધીની સૌથી ઓછી ઓપનિંગ કરનારી ફિલ્મ છે. અગાઉ, અભિનેતાની તમામ ફિલ્મોનું ઓપનિંગ ડે કલેક્શન સારું હતું.
અભિનેતાની છેલ્લી રિલીઝ ફિલ્મ 'હીરોપંતી 2'ની શરૂઆતના દિવસની કમાણી 6.50 કરોડ રૂપિયા હતી. જ્યારે 'બાગી 3'એ 17 કરોડની કમાણી કરી હતી. જ્યાં અભિનેતાની બ્લોકબસ્ટર ફિલ્મ 'વોર' એ પહેલા દિવસે 53.35 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, તો 'સ્ટુડન્ટ ઑફ ધ યર 2'એ પણ 12.06 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. અભિનેતાની બીજી ઘણી ફિલ્મોનું ઓપનિંગ ડે કલેક્શન પણ 'ગણપત' કરતાં વધુ છે. આવી સ્થિતિમાં હવે બધાની નજર વીકએન્ડ પર ટકેલી છે. શનિવાર અને રવિવાર સિવાય રામ નવમી અને દશેરાની રજાઓમાં ફિલ્મ કેટલું કલેક્શન કરી શકે છે તે જોવું રહ્યું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech