શ્રાવણ માસ પૂર્વે જુગારની મોસમ ખીલી: 4 દરોડામાં 2 મહિલા સહિત 29 ઝડપાયા

  • July 24, 2023 05:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બી.ડિવિઝન પોલીસે કુવાડવા રોડ અને ગ્રીનલેન્ડ ચોકડી પાસે ત્રણ દરોડામાં 25 ને ઝડપી લીધા: થોરાળા પોલીસે ભારતનગરમાં પાંચને પકડ્યા: રૂ.1.13 લાખની રોકડ કબજે



રાજકોટમાં શ્રાવણ માસ પૂર્વે જ જુગારની મોસમ ખીલી હોય તેમ પોલીસે અલગ અલગ ચાર દોરડાઓમાં બે મહિલા સહિત 29 પત્તાપ્રેમીઓને ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન પોલીસે પટ્ટમાંથી રૂપિયા 1.13 લાખની રોકડ કબજે કરી હતી.




જુગારના આ દરોડાઓની જાણવા મળતી વિગતો મુજબ,બી.ડિવિઝન પોલીસ મથકના પીઆઇ આર.જી.બારોટની રાહબરી હેઠળ પીએસઆઇ કે.ડી.મારૂ તથા તેમની ટીમના હેડ કોન્સ્ટેબલ એ.જે.બસીયા, આર.એલ. બાળા,કોન્સ્ટેબલ પંકજભાઈ માળી, રાજદીપભાઈ પટગીર, હેમેન્દ્રભાઈ વાઘીયા, ભાનુશંકરભાઈ ધાંધલા અને જયદીપસિંહ બોરાણા સહિતના પેટ્રોલિંગમાં હતા. દરમિયાન મળેલી સચોટ બાતમીના આધારે શહેરના કુવાડવા રોડ પર ડી માર્ટ સામે 50 ફૂટ મેઇન રોડ વલ્લભનગર સોસાયટી શેરી નંબર 1 માં રહેતા રોહિત રમેશભાઇ ડોબરીયા (ઉ.વ 32) ના મકાનમાં દરોડો પાડી અહીં જુગાર રમતા 12 શખસોને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રોકડ રૂપિયા 52,300 કબજે કરવામાં આવ્યા હતા. જુગાર રમતા પકડાયેલા શખસોમાં મકાન માલિક રોહિત ડોબરીયા ઉપરાંત રમેશ ગેલાભાઈ ડોબરીયા, મનોહર નારણભાઈ લુણાગરીયા, હર્ષદ લક્ષ્મણભાઈ શિંગાળા, રેનિસ વિનોદભાઈ આડેસણા, ભાવિક નારણભાઈ લુણાગરિયા, વિવેક બટુકભાઈ પરસાણા, સાગર ધીરજભાઈ લુણાગરિયા, પારસ નરસિંહભાઈ વસોયા, ભૌતિક બટુકભાઈ પરસાણા, જયદીપ લખુભાઇ બોરીચા અને સંદીપ લખુભાઇ બોરીચાનો સમાવેશ થાય છે.




જુગારના અન્ય દરોડામાં બી.ડિવિઝનના હેડ કોન્સ્ટેબલ અજયભાઈ બસીયા અને પંકજભાઈ માળીને મળેલી બાતમીના આધારે કુવાડવા રોડ પર ડી.માર્ટ પાછળ શહીદ ઉધમસિંહ ટાઉનશીપ ફ્લેટ નંબર બી/ 205 માં ફ્લેટમાં જુગાર રમતા બે મહિલા સહિત પાંચને ઝડપી લીધા હતા. જેમાં અશોક ગજાનંદભાઈ પરમાર, ચંદ્રેશ અરવિંદભાઈ રાધનપુરા, હુસેન ઉમેદઅલી જામ, અફસાના સિકંદરભાઈ પરમાર અને મીના અશોકભાઈ પરમારનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી રોકડ રૂપિયા 10,450 કબજે કર્યા હતા. જ્યારે અન્ય એક દરોડામાં બી.ડિવિઝન પોલીસે ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવનગર શેરી નંબર 2 માં રહેતા જીગ્નેશ નાનજીભાઈ હાપલિયાના મકાનમાં દરોડો પાડી અહીં જુગાર રમતા જીગ્નેશ ઉપરાંત તરુણ રમેશભાઈ પીપળીયા, મિનેશ રમેશભાઈ પીપળીયા, મુકેશ જયરામભાઈ રામાણી, મનસુખ દેવરાજભાઈ લીંબાસીયા, નવીન સુંદરજીભાઈ ભદરા અને મનોજ નાનજીભાઈ હાપલિયાને ઝડપી લીધા હતા. પોલીસે અહીં પટમાંથી રોકડ રૂપિયા 35, 600 કબજે કર્યા હતા.



આ ઉપરાંત થોરાળા પોલીસ મથકના પીએસઆઇ એન.બી.ડાંગર તથા તેમની ટીમે અહીં રામાપીરના મંદિર પાસે ભારતનગરમાં રહેતા દીપક નરશીભાઈ વરાણીયાના મકાનમાં દરોડો પાડી અહીં જુગાર રમતા દીપક ઉપરાંત એજાદ અહમદભાઈ ચાનીયા, કિશોર ચનાભાઈ ગઢીયા, વિપુલ નારણભાઈ મિયાત્રા અને રાજેશ ભુરાભાઈ અઘોલાને ઝડપી લઇ તેમની પાસેથી રોકડ રૂપિયા 14,750 કબજે કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application