જૂનાગઢનાં સુખનાથ ચોકમાં જુગાર કલબ ઝડપાઈ રૂ.૧૭.૮૪ લાખનો મુદ્દામાલ સાથે ૧૫ ઝડપાયા

  • December 11, 2023 02:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢના સુખનાથ ચોકમાં રહેણાંક મકાનમાં ચાલતી જુગાર ક્લબ પર પોલીસે દરોડો પાડી ૧૭.૯૪ લાખના મુદ્દામાલ સાથે ૧૫ ને ઝડપ્યા હતા. જૂનાગઢના સુખનાથ ચોક વિસ્તારમાં રહેણાંક મકાનમાં ચાલતી જુગારની ક્લબ પર પોલીસે દરોડો પાડી ૨.૩૮ લાખની રોકડ, મોબાઈલ અને કાર મળી ૧૭.૯૪ લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. 


આ અંગે એ ડિવિઝન પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પીશોરી વાડામાં રહેતા  સલીમ ચાંદ ભાઈ મોરી તેના મકાનમાં જુગારની કલબ ચલાવતા હોવાની બાતમીને આધારે એ ડિવિઝન પીઆઈ વીજે સાવજ સહિતની ટીમે દરોડો પાડી જુગાર સંચાલક સલીમ ચાંદ મોરી, ધોરાજીના સુધીર છગન ચાવડા, સવદાસ રામા વદર, રાજુ ધીરુ મૂળિયા સિયા, ભુપત સુત્રેજા( ધોરાજી) , મહેબુબ હુસેન સાંધ હરદાસ વેજા મૂળિયા સીયા( જુનાગઢ) , આશિષ ત્રાડા( જામકંડોરણા) , નિતીન સૂચક, ઉપલેટા ના બાલા ધીરુ ગાલોરિયા, કમલેશ કેસુ સાટોડીયા, સિરાજ બાબુ સવાણ, મુસા ઈબ્રાહીમ વિસળ અને હબીબ ઈબ્રાહીમ વિશળને ૨.૩૮ લાખની રોકડ ૧૬ મોબાઈલ અને ૨ કાર મળી ૧૭.૯૪ લાખના મુદ્દામાલ સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application