ધ્રોલના બે ગુનામાં નાસતો ફરતો આરોપી પેરોલ ફર્લો સ્કવોડના સકંજામાં

  • February 02, 2023 10:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ રાજકોટ વિભાગ રાજકોટનાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા અંગે જણાવેલ હોય જેથી જામનગર જીલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના કરેલ જેથી એલસીબીના પોલીસ ઇન્સપેક્ટર જે.વી.ચૌધરીના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સપેક્ટર એલ.જે.મિયાત્રા તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો/નાસતા ફરતા ગુનેગારોને પકડી પાડવા જરૂરી વર્કઆઉંટ કરી રહેલ હતા.


દરમ્યાન પોલીસ સ્ટાફના લખધીરસિંહ જાડેજા, મહિપાલભાઇ સાદિયા, ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ, તથા રણજીતસિંહ પરમારને મળેલ બાતમી મળેલ કે ધ્રોલ પો..સ્ટે. પ્રોહી કલમ ૬૫એ, ઇ, ૧૧૬(બી), ૯૮(૨), ૮૧ મુજબના ગુનાના નાસતો ફરતો આરોપી રાજુભા ગંભીરસિંહ જાડેજા રહે. કચ્છ-ભુજ વાળો જામનગર જીલ્લામાં આવતા આરોપીની વોચ રાખી આરોપીને પકડી પાડી આગળની ઘટીત કાર્યવાહી થવા સારૂ જામનગર ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.


આ કામગીરી પેરોલ/ફર્લો સ્કવોડના પો.સ.ઈ એલ.જે.મિયાત્રા, એ.એસ આઇ.ગોવિંદભાઇ ભરવાડ તથા પો. હેડ કોન્સ.લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા,ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા,કાસમભાઈ બ્લોચ, ભરતભાઇ ડાંગર, રણજીતસિંહ પરમાર તથા પો.કોન્સ. મહિપાલભાઇ સાદિયા, ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ. હેડ કોન્સ, અરવિંદગીરી ગોસાઇ તથા એલ.સી.બી.ના હેડ કોન્સ,નિર્મળસિંહ જાડેજા તથા પો.કોન્સ.બંળવતસિંહ પરમાર નાઓ દ્વારા કરવામાં આવેલ છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application