મફત પ્રચાર! હોડિગનો ટાર્ગેટ લાઇફટાઇમ પૂર્ણ નહીં થાય

  • February 11, 2023 11:09 PM 

બારેય મહિના કાર્યક્રમોથી ધમધમતા રાજકોટમાં મનફાવે ત્યાં સાઇનબોર્ડ, બેનર, પોસ્ટર લગાવવાની છૂટ

ટ્રાફિક સર્કલ્સ, ટ્રાએન્ગલ્સ, આઇલેન્ડ ઉપર એટલા વિશાળ કદના બોર્ડ, બેનર અને પોસ્ટર મુકાય છે કે ટ્રાફિક વિઝિબિલિટી ડિસ્ટર્બ થાય, ચોકમાં સામેથી કોણ આવે છે તે જોઈ ન શકાય અને અકસ્માતો સર્જાય: સ્ટ્રીટલાઇટસ અને સોડિયમ લાઇટસના પોલ પણ પાટિયાબાજીમાંથી બાકાત નથી




રાજકોટ શહેરના ચોકમાં ટ્રાફિક નિયમન માટે મુકાયેલા ટ્રાફિક સર્કલ, ટ્રાફિક ટ્રાએંગલ, ટ્રાફિક આઇલેન્ડ ઉપર મફત પાટિયાબાજીનો મહાપાલિકાતંત્રની તિજોરી માટે નુકસાનકારક ટ્રેન્ડ શ થયો છે. કાર્યક્રમો તો અગાઉ પણ થતા, જાહેરાતો–પ્રચાર–પ્રસાર વિગેરે અગાઉ પણ કરાતા પરંતુ આવું દુષણ ન હતું. હાલમાં તો એવી સ્થિતિ સર્જાઇ ગઇ છે કે શહેરના કોઇ પણ મુખ્ય માર્ગ કે ચોક વિસ્તારમાંથી પસાર થાવ તો ત્યાં મંજૂરી સાથે, મંજૂરી વિના કે મંજૂરીની મુદત પૂર્ણ થયા પછી પણ લટકતા મફત બોર્ડ, બેનર, પોસ્ટર, સ્ટિકર, ઝંડા, ઝંડીઓ અચૂક નજરે પડશે. આવા કારણે જ કયારેય મહાપાલિકાનો હોડિગ બોર્ડ કે કિયોસ્ક બોર્ડની આવકનો ટાર્ગેટ પૂર્ણ થતો નથી અને યાં સુધી આવી પ્રવૃત્તિ ચાલતી રહેશે ત્યાં સુધી લાઇફટાઇમ પૂર્ણ થશે પણ નહીં તે નક્કી છે.



ટ્રાફિક સર્કલ્સ, ટ્રાએન્ગલ્સ, આઇલેન્ડ ઉપર એટલા વિશાળ કદના બોર્ડ, બેનર અને પોસ્ટર મુકાય છે કે ટ્રાફિક વિઝીબિલિટી ડિસ્ટર્બ થઇ રહી છે. દરેક ચોકમાં સામેથી કોણ આવે છે તે જોઈ ન શકાય અને દિવસમાં દસ વખત અકસ્માતો સર્જાય છે છતાં પણ એવા બોર્ડ, બેનર દૂર કરાતા નથી. સ્ટ્રીટલાઇટસ અને સોડિયમ લાઇટસના પોલ પણ મફત પાટિયાબાજીમાંથી બાકાત નથી. મંજૂરી વિના, મફતમાં મંજૂરી મેળવીને અને મંજૂરીની મુદત પૂર્ણ થયા પછી પણ લટકતા પાટિયા ઉતારવાનું સદંતર બધં કરી દેવામાં આવ્યું છે જેના પરિણામે મફતીયાઓ બેફામ બની ગયા છે. સોડિયમ લાઈટના પોલ ઉપર કિયોસ્ક બોર્ડની ટેન્ડર સાઈટ હોય છે જે એડ એજન્સીને કોન્ટ્રકટથી અપાઈ હોય છે અને બરાબર તેની નીચે જ તદ્દન મફતમાં લગાવેલા બોર્ડ કે બેનર લટકતા હોય છે ! જો આવી જ રીતે મફતમાં બોર્ડ બેનર લગાવી બહોળો પ્રચાર–પ્રસાર કરવા મળતો હોય તો કોઈ મહાપાલિકાના હોડિગ બોર્ડ કે કિયોસ્ક બોર્ડ ઉપર પૈસા ચૂકવીને જાહેરાત કરવા શા માટે ટેન્ડર ભરે ??!



ટ્રાફિક સર્કલ ઉપર કોઈ પણ પ્રકારના બોર્ડ, બેનર કે પોસ્ટર લગાવી શકાય નહીં તેવો મ્યુનિસિપલ કમિશનરનો વર્ષેા જૂનો પરિપત્ર હાલ પણ અસ્તિત્વમાં છે પરંતુ હવે કોઈ તેની અમલવારી કરાવતું નથી.



હોડિગ બોર્ડ એ અર્બન કલ્ચરની બ્યુટી, મફત પાટિયા શહેરની સુંદરતા હણે છે

શહેરમાં આકર્ષક હોડિગ બોર્ડ હોવાએ અર્બન કલ્ચરની બ્યુટી છે, પરંતુ મફતમાં ચોમેર લગાવાતા પાટિયાઓએ રાજકોટ શહેરની સુંદરતાને હણી નાખી છે. દેશના અન્ય શહેરોની મહાનગરપાલિકાઓ હોડિગ બોર્ડમાંથી વર્ષે કરોડો પિયાની આવક મેળવે છે, બીજી બાજુ રાજકોટ મહાનગરપાલિકા તો કયારેય હોડિગની આવકનો તદ્દન સામાન્ય કહી શકાય તેવો વાર્ષિક પાંચથી સાત કરોડની આવકનો ટાર્ગેટ પણ પૂર્ણ કરી શકતી નથી. કોઈ મોટી આઉટડોર એડ એજન્સીનું વાર્ષિક ટર્ન ઓવર હોય તેટલી આવક પણ એસ્ટેટ બ્રાન્ચને હોડિગ કે કિયોસ્ક બોર્ડમાંથી થતી નથી તે બાબત ઓન રેકર્ડ પુરવાર થયેલી હકીકત છે. એસ્ટેટ શાખા અને દબાણ હટાવ શાખાના અમુક ભૂતપૂર્વ કર્મચારીઓ માલેતુજારો પાસેથી મફત પ્રસાદી મેળવીને કરોડપતિ થઇ ગયા છે અને અમુક વર્તમાન કર્મચારીઓ પણ તેમના જ માર્ગે આગળ ધપી રહ્યા છે! ખાસ કરીને તંત્રના બદલે એડ એજન્સીઓ વતી કામગીરી કરી રહ્યા હોય તેવા કર્મચારીઓને રડારમાં લઇને તેમની તપાસ થવી જરી છે, અમુક લાગવગીયા અરજદારોને કલાયન્ટ હોય તેવી સર્વિસ અને લાગવગ ધરાવતા ન હોય તેવા સામાન્ય અરજદારો સાથે નાગરિક જેવું વર્તન પણ નહીં કરતા સ્ટાફ સામે પગલાં લેવા જરી છે. દબાણ હટાવ શાખા અને એસ્ટેટ શાખામાં પેધી ગયેલા કર્મચારીઓ માટે સામુહિક બદલીઓનું બ્રહ્માક્ર ચલાવવાનો સમય પાકી ગયો છે. આ બન્ને શાખાના અધિકારીઓ ખૂબ સારા છે પરંતુ તેમના હાથ નીચેના કર્મચારીઓ કળા કરી રહ્યા છે.



લાખોના ખર્ચે સર્કલ ડેવલપ કરે કોઇક ને મફત પ્રચારની મજા માણે મફતીયાઓ !



રાજકોટ મહાનગરપાલિકા દ્રારા છેલ્લા ૧૫ વર્ષથી ટ્રાફિક સર્કલનું ડેવલપમેન્ટ જન ભાગીદારીથી શ કરાયું છે. હવે આ મામલે એવું બની રહ્યું છે કે લાખો પિયાનો ખર્ચ કરીને ટ્રાફિક સર્કલ કોઇ વ્યકિત, સંસ્થા કે કંપની ડેવલપ કરવા આવે છે ત્યારે મહાપાલિકા ડેવલપમેન્ટ રાઇટસમાં એવી જોગવાઇ હોય છે કે જે તે સર્કલ ઉપર ડેવલપર પોતાની જાહેરાત કરી શકશે પરંતુ બિચારા ડેવલપરની જાહેરાત ૧૨ મહિનામાં ૧૨ દિવસ પણ દેખાય નહીં તે રીતે સર્કલ ફરતે મફતીયાઓ પોતાના બોર્ડ, બેનર, પોસ્ટર, સ્ટિકર, ઝંડા અને ઝંડીઓ લગાવી દે છે. આ બાબતે મહાપાલિકા તંત્રએ મોનિટરિંગ કરવું જરી છે પણ થતું નથી અને એક વખત સર્કલ ડેવલપ કરવા આપ્યા પછી જાણે મહાપાલિકા તંત્રની કોઈ જ જવાબદારીઓ રહેતી ન હોય તે રીતે નિષ્ક્રિયતા દાખવવામાં આવે છે. ખુદ ડેવલપરને પણ જો ગાર્ડનિંગ, લાઇટ, પાણી, સ્વચ્છતા વિગેરે બાબતે કોઈ સહયોગ જોઈતો હોય તંત્રવાહકો તરફથી આવો કોઈ સહયોગ મળતો નથી જેના લીધે હવે સર્કલ ડેવલપમેન્ટ માટે કોઈ આગળ આવતું નથી.



મહાપાલિકાને પોલીસતત્રં જેવો મનોરોગ ફરિયાદ થાય તો કામગીરી કરવાની



રાજકોટ મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અને દબાણ હટાવ શાખાને પણ હવે પોલીસ તત્રં જેવો મનોરોગ લાગુ પડો છે કે કરવા પાત્ર થતી કામગીરી સ્વયંભૂ રીતે કરવાની નહીં, જો કોઈ ફરિયાદી પ્રગટ થાય તો જ કામગીરી કરવા માટે જવાનું ! નજરે દેખાતા નિયમભગં સામે પણ કાર્યવાહી કરવામાં બેદરકારી દાખવવામાં આવી રહી છે. ખરેખર મ્યુનિસિપલ કમિશનર જેટલું ફિલ્ડ વર્ક અને સાઈટ વિઝીટ કરે છે તેટલું ફિલ્ડ વર્ક દબાણ હટાવ શાખા અને એસ્ટેટ શાખાનો સ્ટાફ કરે તો બેડો પાર થઇ જાય તેમ છે. મફત પ્રચારના પાટિયા લગાવનારાઓ સામે પગલાં નહીં લેવા પાછળ ફકત ફરજમાં બેદરકારીની બાબત જ કારણભૂત છે કે ભ્રષ્ટ્રાચાર કારણભૂત છે તેની તપાસ થવી જોઇએ. એસ્ટેટ શાખા અને દબાણ હટાવ શાખા નો સ્ટાફ તેમની તથા તેમના પરિવારની સ્થાવર જંગમ મિલકતોની નિયમ મુજબ આપવાપાત્ર થતી વિગતો દર વર્ષે જાહેર કરે છે કે તેની પણ તપાસ થવી જોઇએ.



અધિકારીઓ–શાસકો અમેરિકામાં રહે છે કે ચોમેર પાટિયા દેખાતા નહીં હોય ?
રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ રાજકોટના બદલે જાણે અમેરિકામાં રહેતા હોય તેમ કોઈને શહેરમાં ચોમેર લગાવેલા આવા મફત પાટિયા દેખાતા નથી અને તેમના પાપે શહેરીજનો હાલાકી ભોગવતા રહે છે તે હકીકત છે. કયારેક કોઇ પદાધિકારી કે કોર્પેારેટર પણ અધિકારીઓને એવી સૂચના આપતા નથી કે મફત પાટિયા ઉતરાવો. ખરેખર મફત મંજૂરીની વાત તો દૂર નિયમાનુસર પૈસા વસૂલીને પણ ટ્રાફિક વિઝીબિલિટીને ડિસ્ટર્બ કરતા પાટિયા મુકવા મંજૂરી ન આપવી જોઇએ.મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન, શાસક નેતા, શાસક પક્ષના દંડક, એસ્ટેટ કમિટિ ચેરમેન અને વિરોધ પક્ષના નેતા જેવા પદાધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી કમિશનર, એસ્ટેટ ઓફિસર તેમજ દબાણ હટાવ અધિકારી જેવા અધિકારીઓએ આવા મામલે સક્રિય થવાની જર છે



રાજકોટવાસીઓનો સવાલ: બોર્ડ, બેનર, પોસ્ટર ઉતારવા માટે કેમ ડ્રાઇવ નહીં ?
રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ શાખાને મ્યુનિસિપલ કમિશનર દ્રારા ડ્રાઇવની કામગીરી સોંપવામાં આવી છે. ફાયરબ્રિગેડને હાઇરાઇઝમાં ચેકિંગ, ઢોર પકડ પાર્ટીને રખડુ ઢોર પકડવાની ડ્રાઇવ, ટેકસ બ્રાન્ચને સિલિંગ ડ્રાઇવ, ફડ બ્રાન્ચને ચેકિંગ અને સેમ્પલિંગ ડ્રાઇવ વિગેરે કામગીરીનો સમાવેશ થાય છે પરંતુ શહેરભરમાં લગાવેલા આવા મફત પાટિયા ઉતારવા માટે એસ્ટેટ શાખા અને દબાણ હટાવ શાખાની કોઈ સંયુકત ડ્રાઇવ કયારેય કરાતી નથી. યારથી એસ્ટેટ શાખા અને દબાણ હટાવ શાખાને વિભાજિત કરી બન્નેને સ્વતત્રં દરો અપાયો છે ત્યારથી કામગીરી વધુ સારી થવાને બદલે બગડી છે તેવું શહેરીજનો અનુભવી રહ્યા છે. અગાઉ ઓછો સ્ટાફ અને સંયુકત કામગીરી હોવા છતાં સાં મોનિટરિંગ થતું હતું હવે વધુ સ્ટાફ અને અલગ સ્ટાફ સેટ અપ આપવા છતાં કામગીરી ખાડે ગઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application