જામનગર મહિલા કૉલેજ કૅમ્પસ ખાતે નિ:શુલ્ક ધ્યાન શિબિર

  • March 28, 2023 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા આર્ટ ઓફ લિવિંગ પરિવારના સંયુક્ત ઉપક્રમે શહેરના મહિલા કોલેજ  કેમ્પસ ખાતે એક દિવસીય નિશુલ્ક ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બહોળી સંખ્યામાં યોગ સાધકોએ ઉપસ્થિત રહી સમુહ ધ્યાનનો લાભ લીધો હતો. આ શિબિરમાં મહિલા કોલેજના ડાયરેક્ટર હંસાબેન શેઠ, કોર્પોરેટર પરાગભાઈ પટેલ તથા ડિમ્પલબેન રાવલ, નિશાબેન અસવાર, વિઝન ક્લબ પ્રેસિડેન્ટ મિતા દોશી, વ્રજલતાબેન વ્યાસ વગેરેએ ઉપસ્થિત રહ્યા હતાં.

​​​​​​​આ શિબિરનું આયોજન જિલ્લા રમત રમત અધિકારી રાવલિયા, વાળા તથા તેમની ટીમ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના મનપાના કોર્ડીનેટર રાજેશ્રી પટેલ, યોગ કોચ હર્ષિતા મહેતા, નીરજ શુકલા તથા ટ્રેનરોના સંકલનથી કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application