પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે અનાજ વિતરણ જાન્યુ.૨૦૨૩થી બંધ થશે

  • January 25, 2023 11:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩ (એનએફએસએ) હેઠળ સમાવિષ્ટ તમામ લાભાર્થી રેશનકાર્ડ ધારકો માટે- જાન્યુઆરી ૨૦૨૩થી ડીસેમ્બર-૨૦૨૩ માસ એટલે સમગ્ર વર્ષ દરમ્યાન મળવાપાત્ર અનાજ (ઘઉં તથા ચોખા )નું "વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે.


ભારત સરકાર દ્વારા એપ્રિલ-૨૦૨૦ થી જુદા જુદા તબકકા અંતર્ગત અમલી કરાયેલ "પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમજીકેએવાય) હેઠળ "વિનામૂલ્યેનું વિતરણ તથા રાજય સરકાર દ્વારા મળવાપાત્ર અનાજ (ઘઉં તથા ચોખા)નું પેઈડ વિતરણ એમ દર માસે બે પ્રકારના વિતરણ કરવામાં આવતુ હતું. (પીએમજીકેએવાય) હેઠળ વિનામૂલ્યેનું વિતરણ" જાન્યુઆરી ૨૦૨૩થી બંધ થશે.
આમ, જાન્યુઆરી ૨૦૨૩થી ફકત એનએફએસએ યોજના હેઠળ જ વિતરણ થશે અને આ વિતરણ (ઘઉં તથા ચોખા)નું વિનામૂલ્યે થશે, રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩ (એનએફએસએ) હેઠળ નોંધાયેલ તમામ લાભાર્થી રેશનકાર્ડ ધારકોને કરવામાં આવનાર ઘઉં અને ચોખાના વિનામૂલ્યે વિતરણ અને રાજય સરકાર દ્વારા કરવામાં આવતા તુવેરદાળ, ચણા, ખાંડ અને મીઠાના રાહતદરના વિતરણ એમ બન્ને વિતરણને અલગઅલગ ગણવાના રહેશે.


આથી લાભાર્થીએ બે વખત પોતાની આધાર બેઈઝડ ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે.
તદઉપરાંત જાન્યુઆરી૨૦૨૩થી એનએફએસએ હેઠળ કરવામાં આવનાર વિનામૂલ્યે ઘઉં-ચોખાના વિતરણ માટે વાજબી ભાવના દુકાનદાર દ્વારા લાભાર્થીને પ્રિન્ટ રસીદ આપવાની રહે છે અને રાજય સરકારના તુવેરદાળ, ચણા, ખાંડ અને મીઠાના રાહતદરથી થનાર વિતરણ માટેની અલગ રસીદ આપવાની રહે છે. જેની સબંધિત તમામ રેશનકાર્ડ ધારકો લાભાર્થીઓએ નોંધ લેવા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application