વેપારી સાથે ટ્રાન્સપોર્ટ તથા હિમાચલ પ્રદેશના બે ધંધાર્થીની ૪.૪૬ લાખની છેતરપિંડી

  • July 08, 2023 05:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ટ્રાન્સપોર્ટમાં બન્ને કંપનીમાં મોકલાવી દવા બદલાઈ ગઈ, ટ્રાન્સપોર્ટમાં બદલાઈ કે બન્ને કંપનીમાં? શંકા આધારે ત્રણેય વિરૂધ્ધ ગુનો નોંધાયો




રાજકોટના નાનામવા રોડ પર એસ.એજ.જે. બાઈક કેર પ્રા.લી. નામે ઓફિસ ધરાવતા અને હડાળામાં ફેકટરી શાપર–વેરાવળમાં ગોડાઉન દરાવતા વેપારી જીજ્ઞેશભાઈ દેવરાજભાઈ અકબરી રહે.શાંતિવન બંગ્લોઝ બ્લોક નં.૩૩૧ જીવરાજપાર્ક સાથે શાપર–વેરાવળના વીએકસપ્રેસ ટ્રાન્સપોર્ટના જે કોઈ જવાબદાર તથા હિમાચલ પ્રદેશના સોલન જિલ્લાના ધાના ગામે આવેલી પેસીફીક ઈન્ડિયા તથા લોધીમમ જીઆઈડીસીમાં આવેલી સેન્ટ કયોર પ્રા.લી.ના કોઈ ઈસમોએ મળીને મોકલાવેલી દવા બદલી નાખીને ૪,૪૬,૦૪૦ રૂપિયાની છેતરપિંડી, વિશ્ર્વાસઘાત આચર્યાના આરોપસર માલવિયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.





ફરિયાદની વિગતો મુજબ ત્રણ માસ પહેલા એપ્રિલ માસમાં બ્રોકર પ્રેમલ શાહ દ્રારા મળેલા ઓર્ડર આધારે પેસિફિક ઈન્ડિયા નામની હિમાચલ પ્રદેશ ખાતેની કંપનીમાં સિટીકોલાઈન સોડિયમ નામથી ૧,૭૧,૬૯૦ની કિંમતની ૧૫ કિલો દવાની એકસપ્રેસ નામના શાપર–વેરાવળ સ્થિત ટ્રાન્સપોર્ટમાં મોકલી હતી. ૧૭૪ના માલ ત્યાં કંપનીમાં પહોંચ્યો હતો. દશ દિવસ બાદ ૨૮–૪ના દલાલ પ્રેમલ શાહે વેપારી જીજ્ઞેશ અકબરીને મેઈલ કર્યેા કે મોકલેલી દવા રીજેકટ થઈ છે. દવાને ત્યાં લેબ ટેસ્ટ કરાવતા જીવા લેબ્સ દ્રારા ટેસ્ટિંગ રિપોર્ટ દવા ફેઈલનો આવ્યો. જથ્થો રાજકોટ પરત મગાવ્યો અહીં ગત મહિને તા.૯ના રોજ ટેસ્યિંગ કરાવવા રિપોર્ટ નેગેટિવ ફેઈલનો જ આવ્યો હતો. જે બાબતે ઈત્પસ્યોરન્સ કંપની તથા શાપર–વેરાવળ સ્થિત વી.એકસપ્રેસ ટ્રાન્સપોર્ટમાં લીગલ નોટિસ દ્રારા જાણ કરાઈ હતી.




આવી જ રીતે બે માસ પહેલા ૧૯–૫ના રોજ હિમાચલ પ્રદેશમાં જ આવેલી સેન્ટ કયોર પ્રા.લી. કંપનીમાં ૨૫ કિલો સિટીકોલાઈન સોડિયમ દવા ૨,૭૪,૩૫૦ની કિંમતની વી.એક્ષપ્રેસ ટ્રાન્સપોર્ટમાં મોકલી હતી જે દવા પણ સેન્ટ કયોર કંપનીમાં પહોંચી તો ખરી પરંતુ સેમ્પલ ફેઈલ થયા હતા. આમ કુલ ૪.૪૬ લાખની ૪૦ કિલો દવા ફેઈલ થઈ હતી. વેપારી દ્રારા ટ્રાન્સપોર્ટમાં જવાબદારો, બન્ને કંપનીઓમાં મેઈલ તથા ફોનથી કોન્ટેકટ કરાયા હતા. અંતે ટ્રાન્સપોર્ટના માલિક, સંચાલક, કર્મચારી, ટ્રક ડ્રાઈવર, કિલનર અથવા પેસિફીક ઈન્ડિયા, તથા સેન્ટ કયોર પ્રા.લી.માં કોઈ દ્રારા દવા ચેન્જ કરાઈ હોવાની આશંકા દર્શાવી ફરિયાદ નોંધાવતા માલવિયાનગર પોલીસ આઈપીસી ૪૦૬, ૪૨૦ હેઠળ ગુનો નોંધ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application