સુત્રાપાડાના ધામળેજ ગામે તંબુ નાખી સારવાર કરનારા ઊંટવૈદ્ય દ્વારા બિભત્સ ફોટો પાડી બ્લેક મેઈલિંગ

  • December 12, 2023 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીર સોમનાથ જિલ્લ ાના સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામના ખેડૂત અને વેપારી સુરસિંહભાઇ રામભાઈ બારડ (ઉવ.૪૩)ના પોતાના ગામમાં એક હાડવેરની દુકાન સામેની સાઈડમાં દેશી દવા કરતા હોવાનો ટેન્ટ(તંબુ) માં બે શખસો સારવાર કરતા હતા. તેઓની પોતાની મારૂતીવાન  ટેન્ટમાં જ રાખતા હતા. જેમાં દેશી દવાઓ રાખી વેચાણ કરતા હતા. આ બંન્ને શખસો અજય રામશીગ ચીતોડીયા, વિજય ચીતોડીયા પાસે માથાના સફેદ વાળ, શરદી, કફની દેશી દવા લેવા માટે ગયા હતા.
ત્યારે તમારે આખા શરીરનુ ચેકઅપ કરાવવુ પડશે તેમ જણાવી મારૂતીવાન ગાડીમાં અંદર જતુ રહેવા જણાવેલ અને ચેકઅપ કરવાના બહાને પેન્ટ નીચે ઉતારવાનુ કહેતા તેણે પેન્ટ ઉતારતા અજયએ મારા ગુપ્તભાગ તપાસ કરી હતી. બાદમા દેશી દવાઓમાથી દવાની પડીકીઓ તથા માથે લગાડવા માટેનુ તેલ આપ્યુ હતુ. બાદમાં બન્ને જણા ટેન્ટ લઇ જતા રહ્યા હતા. થોડા દિવસો બાદ રજીસ્ટર એડી. કવર એક આવેલ જેમાં ખેડૂતના ગુપ્તાંગના જાણ બહાર અશ્લીલ રીતે પાડેલા એડીટ કરેલા ફોટા હતા.
તેમાં એક કાગળમા કિન્નરો, બે- ત્રણ મહીલાઓ તથા અજયે શરીરનું ચેકઅપ કરવા માટે ખેડૂતના ગુપ્તભાગની તપાસ કરેલ તે વખતે ગુપ્તભાગનો ફોટા અન્ય સ્ત્રી, પુરુષોના નગ્ન ફોટા સાથેના કાગળ હતો. જે અંગે અજયે પૈસા માંગણી કરેલ અને નહી આપો તો કિન્નરોની ટીમ તમારા ગામમાં મોકલીશ અને તમારો પ્રચાર કરી બદનામ કરી નાખીશ તેવુ કહી કુલ રૂ.૯૦ હજાર પડાવી લીધા હતા. તે પછી તમારૂ પેમેન્ટ હજુ સુધી અમોને મળેલ નથી તમારે વ્યાજ સાથે આપવુ પડશે તેમ કહી ધમકાવતા હતા. આ બાબતે ઉપરોક્ત વિગતો સાથે ખેડુત સુરસિંહભાઈએ ફરીયાદ કરી હતી.


જેના આધારે સુત્રાપાડા પીઆઈ આર.એલ.પ્રજાપતિ, સંજય પરમાર, દિપક અખીયા, હિતેશ કામળીયા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી બંન્ને આરોપીઓ અજય રામશીંગ ચીતોડીયા તથા વિજય રામશીંગ ચીતોડીયા બન્ને રહે.હલદરવા, જી. ભરૂચ વાળાની ભરૂચ ખાતેથી ધરપકડ કરી અત્રે લાવી કોર્ટમાં રજુ કરતા પાંચ દિવસના રીમાન્ડ ઉપર સોપેલ હોવાનું જાણવા મળેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application